________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
ઈન્દ્રિયની તાબેદારીમાંથી છૂટવા માટે ચિન્તા થાય-પ્રયાસ કરાય તો પારકી તાબેદારી કદાપિ રહી શકે નહી.
મનપસંદ ધાર્મિક ક્રિયા માટે પણ વખત મળતો નથી અને પારકાની વૃત્તિને અનુકૂળ રહેવું પડે છે, તેમજ ગમે તેવું અગત્યનું કાર્ય હેય તે પણ તેને ત્યાગ કરવો પડે છે, તેથી ચિન્તાઓ ઓછી થતી નથી, અને આત્મહિત સાધી શકાતું નથી, માટે તેઓની તાબેદારીથી મુક્ત થવા પ્રબલ પુરુષાર્થની જરૂર છે, નદીએથી દરિયે પૂર્ણ થતું નથી તેમજ વિવિધ ગુલામીથી ઈન્દ્રિયેને સાગર તૃપ્ત થવાને નહી; તાબેદારી કરીને ઈન્દ્રિયે તૃપ્ત કરવા જેમ જેમ પ્રયાસ કરશે તેમ તેમ તમારે અધિક તાબેદારીમાં સપડાવું પડશે માટે તેની તાબેદારી ફગાવી દે.
૪૬૨. સમ્યગ્રજ્ઞાનપૂર્વક આત્મચિન્તવન કરવાથી અને તે મુજબ પ્રયાસ કરવાથી ઈન્દ્રિયોની ગુલામીને ત્યાગ થઇ શકે છે, અને મન પણ અનુક્રમે કબજામાં આવતું રહે છે. જે મન કબજામાં આવ્યું તે કઈ પ્રકારની વિડંબના રહેતી નથી, આત્મવિકાસ સધાતું હોવાથી આત્માને અનંત શક્તિઓ આપોઆપ મલે છે; ઈન્દ્રિયો દ્વારા આત્મિક કાર્ય સધાય છે તેમાં કઈ પણ વાદ નથી; પણ તે ઈન્દ્રિય કે જે જગમાં પરિભ્રમણ કરી રહેલ છે તેઓને પ્રત્યાહાર કરી આત્મગુણેમાં વાળે ત્યારે જ આત્મિક કાર્ય સધાય; નહીંતર તે પુદયે મળેલી સંપૂર્ણ ઈન્દ્રિજ નરકાદિક દુર્ગતિમાં અનિચ્છાએ પણ લઈ જાય છે.
For Private And Personal Use Only