________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
લફંગા વિગેરેથી ચેતતા રહ્યા, તે માત્રથી તમે ફાવી ગયા એમ સમજતા નહી; કારણ કે જે અન્તરમાં તદન છૂપાઈ રહીને સમયે સમયે તમારી સત્ય સંપત્તિને હાસ કરી રહે છે અને ક્ષણે ક્ષણે વિડંબનાઓ આપી રહેલ છે એવા ક્રોધાદિક તે તમારી સમીપે જ રહે છે, તેનાથી તે તમે ચેતતા નથી, અને તેઓને હઠાવવા માટે કાંઈ પણ ભાવના અગર પ્રયાસ કરતા નથી, તે પછી મેળવેલી-અગર મળતી સામગ્રીનું રક્ષણ થશે કેવી રીતે ? માટે ચેટ્ટાઓથી તેમજ લુચ્ચા–લફંગાએથી ચેતતા રહી તેઓને હટાવવા માટે પ્રયાસ કરે છે, તે પ્રમાણે તમારી સમીપમાં જ ગુપ્તપણુએ રહેલ ક્રોધ-માન-માયાઅને લેભને ચેતી હઠાવવા પ્રબલ પુરુષાર્થ કરે, તે જ તમારી બહાદુરી કે બુદ્ધિમત્તા. અનાદિકાલથી અજ્ઞાનતાને લીધે વળગાડેલા-સન્માનિત થએલા-તેમજ સકારેલ આ કષાએ તમારી ઘણી હાનિ કરી છે, અનંત શક્તિઓને દબાવી છે, કે જેથી યાચના-અને હીનતા તથા દીનતા ખસતી નથી; જીવનપર્યત નિર્વાહની સામગ્રી મળે તે પણ તમારી યાચના-હીનતા ઓછી થતી નથી, માટે તે ચટ્ટાઓને ઓળખી લઈ તેઓને જ પ્રથમ હઠાવવા માટે પ્રયાસ કરે.
૪૬૦. ઉત્તમ શક્તિ મેળવો. જગતમાં જે શક્તિઓ તથા ચમત્કાર દેખાય છે તે પૂર્ણપણને પામેલ, સંપૂર્ણ વિકાસને પામેલ આત્માના એક અંશ માત્ર છે, માટે તેમાં મુંઝાવાની બાલિશતા કરવી નહી; જગતમાં જે શક્તિઓ અને લબ્ધિઓ દેખાય છે તેને મેળવવા કરતાં આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત શકિતઓ ગુપ્તપણે રહી છે, તેઓને પ્રાદુભાવ
For Private And Personal Use Only