________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦૭
કયાંથી આપી શકશે? અરે સુખાભાસ પણ આપી શકશે નહી માટે વિકારોને કબજે કરવા દુનિયાદારીમાંથી રસવૃત્તિને અલ્પ કરે.
૪૫૬. પાંચ ઇન્દ્રિયો અને મનને શિ બનાવે. શિને બનાવવાની ઈચ્છાવાળાઓએ, પાંચ ઈન્દ્રિયને અને છઠ્ઠા મનને પ્રથમ શિષ્ય બનાવવા માટે પ્રયાસ કરવાની આવશ્યકતા છે, જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયો અને મન શિષ્ય તરીકે થયા નથી, વશવર્તી બન્યા નથી, ત્યાં સુધી ભલે સેંકડે શિષ્ય થાય તે પણ આત્મકલ્યાણ થવું દુષ્કર છે, ઈન્દ્રિ અને મનને વશ કર્યા સિવાય શિષ્ય કરનાર, ભલે આચાર્ય હોય કે ઉપાધ્યાય હોય કે મુનિવર્ય હોય તે પણ ધાર્યા પ્રમાણે આત્મહિત કયાંથી સાધી શકે? ભલે શિષ્યો કરે, અને જૈનશાસનને જયવંતું રાખે પણ સાથે આત્મહિતને ભૂલવા જેવું નથી; સર્વ વિશ્વનું કલ્યાણ કરવાના અભિલાષીએ, આત્મકલ્યાણ ભૂલે નહી, તે હિતકર અને શ્રેયરકર છે, કારણ કે પરના હિતની સાથે આત્મહિત ન સધાય તે કરેલા પ્રયાસ વિફલ જવાને, જેઓનું મન વશીભૂત છે તે તો ભલે હજારે શિષ્ય કરે તે પણ બાધ આવતું નથી અને તે વપરનું કલ્યાણ સાધવા સમર્થ બને છે, શિખ્યો વધવાથી આત્મકલ્યાણ સધાશે તે એક જાતની જમણા છે, હા, થએલ શિષે આત્માથીં હોય, તેમજ આજ્ઞારંગી હોય તે ગુરુવર્યોને આત્મકલ્યાણ સાધવામાં સહકાર આપી શકે, નહીતર પગલે પગલે વિડંબના, કોઈ વખત પણ ગુરુઓને શાન્તિ મળતી નથી. ચિન્તાઓની જંજાલ વધવાથી આ દયાન થયા કરે માટે પ્રથમ પાંચ ઈન્દ્રિયે ને મનને વશ કરો.
For Private And Personal Use Only