________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ અવદશા થઈ રહી છે તેનું ભાન રહેતું નથી માટે તે કર્મસત્તા કે ઉદયને હટાવવા માટે ક્ષણભર પણ પ્રમાદમાં પડવું જોઈએ નહી અને ક્ષણે ક્ષણે આત્માની સ્થિતિને ખ્યાલ રાખવું જોઈએ.
૪૫૫. સાંસારિક પદાર્થોને રસ દૂર કરે. વિષયવિકારે પસંદ પડે છે અને પ્રસન્નતા થાય છે, તેનું કારણ વિવેક કરીએ તે સમજાય છે કે તે વિકારોને અનાદિકાળથી આ અજ્ઞાની અને વિવેકવિહીન આત્મા સેવતે આવ્યું છે અને નિરંતર સેવી રહેલ છે, તેથી તેવા પ્રસંગે મળતાં તે વિકારોમાં સત્યસુખ માનીને સપડાય છે, કઈ વખત એવો સપડાય કે, તેને બલવાન જ્ઞાની પણ મુક્ત કરાવી શકે નહી; વિડંબના વારે વારે ભેગવતે જાય, પિકારો પાડતો રહે અને એકેય ઉપાય જ્યારે ન રહે ત્યારે જ તે વિકારોની પસંદગી અને પ્રસન્નતા ઓછી કરે; આવી અવદશામાં ન અવાય તે માટે જ્ઞાનીઓ વિકારોને ત્યાગ કરવા માટે બાહ્ય-અત્યંતર તપમાં પ્રેમ ધારણ કરીને તેમાં જ લયલીન રહે છે, અને અસત્ય એવા વિકરેના ફંદામાં ફસાતા નથી; કદાચ તેના ફંદામાં ફસાઈ જાય તે પણ તેને વેગ તેઓના ઉપર ચાલતું નથી. એટલે કે તે વિકારોને ત્યાગ કરી પાછી પિતાની સ્થિતિમાં આવે છે; માટે સામાન્ય મનુષ્યએ તે તેના પડછાયામાં પણ ન જવું; કેટલાકનું એવું મન્તવ્ય હોય છે કે બીચારા વિકારે શું કરવાના છે? આ પ્રમાણે માની તેઓની ઉપેક્ષા કરતા રહે છે. અને તે વિકારે સેવતા રહે છે પણ તેઓને ખબર પડતી નથી કે, જે વિકારોએ ચારે ગતિમાં વિવિધ પ્રકારની વિડંબનાએમાં સપડાવીને પરિભ્રમણ કરાવ્યું તે વિકારે સત્ય સુખ,
For Private And Personal Use Only