________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮ થાય છે અને આજેયતા આવ્યા પછી પ્રભુના ગુણ આવતાં વિલંબ થતું નથી, માટે પ્રથમ અત્યુત્તમ નવપદનું ધ્યાન કહેલ છે.
પરમાલંબનથી ભાવની વૃદ્ધિ થાય છે અને ભાવની વૃદ્ધિ થતાં વિષય-કષાયના વિકલને ત્યાગ થાય છે, તેથી આત્મસત્તા-આત્મિક ત્રાદ્ધિને પ્રાદુર્ભાવ થતો રહે છે. સાબુ-પાણી અને પુરુષાર્થના ગે મલિન થએલા વસ્ત્રને મેલ, જેમ ખસતે જાય છે અને વસ્ત્ર નિર્મલ થતું રહે છે, તેની માફક આત્મા પણ નિર્મલ થતું રહે છે, ફકત સારા નિમિત્તા અને પુરુષાર્થ અત્યુત્તમ જોઇએ. નિમિત્ત ઉત્તમ હોય અને પુરુષાર્થ કરવામાં જે ન આવે તે તેમાં નિમિત્તોને દેષ નથી; આપણે જ દેશ છે, માટે પ્રમાદને ત્યાગ કરી સારા નિમિત્તો મેળવી તેમજ પ્રબલ પુરુષાર્થ સેવીને નવપદનું ધ્યાન કરવું કે જેથી અનાદિકાલની વિષયવૃત્તિને ત્યાગ થાય અને પરમભાવને આવિર્ભાવ થાય. આ જ મનુષ્ય ભવ પામીને કાર્ય કરવાનું છે.
૪૪૭. સત્ય સુખને માટે દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવા પ્રબલ પુરુષાર્થ કરશે તો પણ તે પુરુષાર્થ વૃથા થવાને જ; અને સાથે સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગવાની જ; માટે તેની મમતાને ત્યાગ કરી આત્મિક ગુણને વિસારે નહી; આત્મિક ગુણે જ સાચા સુખને આપવામાં સમર્થ છે. તે સિવાયના દુઃખે ઉત્પન્ન કરવાના જ; માટે આત્મિક ગુણને ભૂલી દુન્યવી પદાર્થોમાં ક્યાં દેડાદોડી કરશે? બે ઘડી વિચાર કરે કે કયા પદાર્થો સત્ય સુખને આપશે ? વિચાર કર્યા સિવાય સત્ય વસ્તુને ખ્યાલ આવશે નહી અને ગાડરિક
For Private And Personal Use Only