________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૫ હેય, તે પણ બનાવાયોગ્ય છે, કદાચ સાચી બીના હોય તે પણ પ્રતિકાર કરવામાં બીસ્કુલ લાભ નથી, કારણ કે પ્રતિકાર કરવાથી નિન્દાદિક કરનાર સમજવાને નથી, અને અનુકૂલ થનાર નથી. ઊલટું અધિક પ્રતિકૂલતા ધારણ કરશે; માટે સાંભળેલી બીના સત્ય હોય તે પણ સમતા રાખવી, અને જે પોતાનામાં તેવા અવગુણે હોય તે સમજીને તેને દૂર કરવા તત્પર બનવું કે જેથી પિતાને લાભ થાય અને આત્મા નિર્મલ બને.
નિન્દાદિક કરનારને પોતાના મિત્ર માની તેના ઉપર પણ પ્રેમભાવના રાખવી ઉચિત છે, પ્રેમભાવના તેના ઉપર રાખવાથી સમતાપૂર્વક તેઓને સમજાવવાની ભાવના કાયમ રહે છે એટલે તેના ઉપર દ્વેષની ભાવના જાગતી નથી; આથી પિતાને તથા પરને લાભ થવાનો સંભવ છે, કદાચ તેઓ ન સમજે તે પણ પિતાને નુકશાન તે થતું નથી, માટે બીજાઓએ કહેલી તેવી વાતને સાંભળી આકુળવ્યાકુળ થવું નહી, અને ક્ષમાને ધારણ કરી આત્મનિરીક્ષણ કરતાં રહેવું, કે જેથી કર્મોને બંધ થાય નહી, અને વખત વ્યતીત થતાં તે નિન્દાદિક કરનાર પિતે નમ્ર બનીને માફી માગે.
૪૪૪. દુન્યવી વિલાસામાં વિનાશનાં કારણે ગુસ રહેલ છે. જે સ્ટેશને એક મિનીટ ગાડી થોભતી હોય તે વખતે બેસારૂઓ હાસ્યવિનદાકિને ત્યાગ કરી બેસવામાં વિલંબ કરતા નથી કારણ કે ગાડી ઉપડી જાય, અને નુકશાન અણધાર્યું આવી પડે, તેમજ રખડવાને સમય આવી લાગે; આમ સમજી તેઓ પ્રમાદ કરતા નથી, તે પ્રમાણે આ ભવમાં નુકશાન થાય નહી અને રખડવાને વારે આવે નહીં તે માટે હાસ્યાદિક
For Private And Personal Use Only