________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪ આધિ, વ્યાધિ અને આવી પડતી ઉપાધિઓને મૂલમાં નાશ કર વાની શકિત છે જ નહીં, આધિ, વ્યાધિ અને ઉપાધિને પ્રતિકાર કદાચિત્ થાય તે પણ ઘડીમાત્ર જ માટે વૈભવને વિશ્વાસ રાખે નહી.
પુણ્યોદયે તે પ્રાપ્ત વૈભવ કાયમ રહે છતાં શારીરિક વ્યાધિએને આવતી અટકાવી શકાશે નહી, અને તે વ્યાધિ આવ્યા પછી તેને જલ્દી પ્રતિકાર કરશે તો તે વ્યાધિ બમણે વેગ પકડશે, એટલે તેમાં વ્યાધિઓને પણ અટકાવાની તાકાત નથી, તેમજ વિભવવિલાસ હેતે પણ માનસિક વૃત્તિ, ચિન્તાએથી નિમુક્ત બનતી નથી; એટલે તેમાં ચિન્તાઓને અટકાવાની પણ તાકાત નથી; તેમજ કેઈએક સગાંસંબંધીને વિયોગ થતાં તેને રોકવાની પણ શકિત નથી; આવા વિભવવિલાસમાં કોણ રાચીમારી રહે ? સત્ય વિભવવિલાસ તે આત્મિક ગુણામાં રહેલ છે. આ વિલાસમાં રાચી માચી રહેતાં આધિ, વ્યાધિ અને ઉપાધિના સંકટે રહેતા નથી અને તે જે આવે તે તે ગુણેમાં રેકવાની ભરપૂર તાકાત રહેલી છે, માટે દુન્યવી વિભવવિલાસમાં સુખના વિલાસને ત્યાગ કરી આત્મિક ગુણોના વિલાસમાં વિશ્વાસને ધારણ કરે.
૪૪૩. અપરાધીને પણ સમજાવવા પ્રયાસ કરો. અન્ય તરફથી બીજાઓએ કરેલી નિન્દા તથા અવગણના–તિરસ્કાર અને ધિક્કારને સાંભળી તેને પ્રતિકાર કરવાની ભાવના રાખવી નહી, કારણ કે અન્ય તરફથી શ્રવણ કરેલી બીના તદ્દન સત્ય હેય તેમ કહી શકાય નહી, તે વાત કરનાર ઉશ્કે. રણ કરતે હોય અને સ્વસ્વાર્થ સાધવા ભળતી વાત કહેતાં
For Private And Personal Use Only