________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨ અન્તવાની શકિતને મેળવે છે તેથી તે મળેલી શકિતને લપસી જતાં વિલંબ થતો નથી, એવી લપસી જતી શકિત ખાતર કહે માનવ અથાગ મહેનત કરે છે
જેને સાચી સમજણ હોય છે તે તે અનંત શક્તિઓને મેળવવાની આશાને ત્યાગ કરતા નથી અને તેની પ્રવૃત્તિ, તેવી શકિતઓ મેળવવા તરફ હોય છે, તો અનંત શકિતઓ મેળવવા તરફ પ્રવૃત્તિ કરશે તે અવશ્ય મળવાની જ; ફકત ઈચ્છાઓ અને પ્રવૃત્તિ બદલવાની જરૂર છે, અનેક રાજા મહારાજાઓએ પણ અનંત શકિતઓને પ્રાપ્ત કરવા ઈચ્છાઓ અને પ્રવૃત્તિઓને બદલી તનતોડ પ્રયાસ કર્યો છે, સાંસારિક શકિત અને સત્તા માટે તમે જેટલી તનતોડ મહેનત કરે છે, તેટલી જ અનંત શકિત માટે કરવાની આવશ્યકતા છે; દુન્યવી સુખ અને શકિત માટે સદાય ચિન્તા કર્યા કરે છે, તે તે પ્રાપ્ત થવી તમારે સ્વાધીન નથી; છતાં ક્ષણભર પણ તેની ચિન્તાઓને વિસરતા નથી, તે પ્રમાણે અનંત શકિતઓને પ્રાપ્ત કરવા તમે ચિન્તા કરી છે? પૂછો તમારા અન્તઃકરણને ? તમારી ઈચ્છા અને ચિન્તનાનુસાર જરૂર તે તે શક્તિઓ પ્રાપ્ત થશે.
૪૪૧. આત્મવિકાસ માટે ઉદ્યમ કરવો અત્યંત જરૂર છે. આત્મવરૂપની રીતસર ઓળખાણ થયા પછી અપૂર્વ બલ–સત્તા પ્રગટે છે અને આત્મબેલ પ્રાપ્ત થયા પછી સર્વ કાંઈ પમાય છે, મનુષ્ય હિંમત રાખીને ઉદ્યોગ કરે છે તે શું નથી થઈ શકતું? નાને સર કીડા પણ પર્વતના પત્થરમાં ઘર કરે છે તો અનંત શક્તિનો
For Private And Personal Use Only