________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથાગ પ્રયત્ન કરે પણ તે ઈચ્છાઓ અપૂણ રહી જાય છે અને અપૂર્ણ રહેતાં આનં-રૌદ્ર ધ્યાન કરીને અધિકાધિક ચીકણું કર્મોથી લેપાય છે; કોઈક યશઃ કીર્તિની ખાતર, કેઈક ધનાદિક માટે, કેઈક સુંદર સુંદરીઓ માટે, ઈત્યાદિ ઈરછામાં અટવાયા કરે છે; પદયે તે વસ્તુઓ પ્રાપ્ત થયા પછી તેમાંથી રસ ઓછો થતું હોવાથી પાછી તેની ઝંખના કર્યા કરે છે–આ કેવી અજ્ઞાનતા !
જેઓ ઈચ્છાઓને આધીન નથી તેઓ જ સત્ય સુખી છે, અને તેઓ જ મહાન શ્રીમંત છે; જેમ જેમ ઈચ્છા થાય છે તેમ તેમ જીવાત્માઓ પરાધીન થતા જાય છે, માટે સ્વતંત્રતાસ્વાધીનતા મેળવવી હોય તે તે તે ઈચ્છાઓને સમજણ પૂર્વક કાબૂમાં લાવવી. - જ્યાં સુધી દુન્યવી ઈરછાઓ થયા કરે છે ત્યાં સુધી મક્ષનાં સુખો મળવાં જ અશક્ય છે. અને મુક્ત બનવું પણ અશક્ય છે. ઇચછાઓ એવી કરે કે–આઠેય કર્મોની પ્રકૃતિએને ક્ષય થાય.
સત્ય સુખ પણ, કર્મોને ક્ષય થવાથી ઉપલબ્ધ થાય છે; નહી કે દુન્યવી વસ્તુઓની ઈચ્છાપૂર્વક પ્રયાસ કરવાથી. ઈચછા થવી તે સવભાવ દશા નથી; પણ વિભાવ દશા છે; માટે તેથી મુક્ત થવા પ્રયાસ કરે.
૪૪૦, અનંત શકિત માટે પ્રયાસ કરો. આત્મામાં અનંત શક્તિએ છૂપાઈ રહેલ છે તેને આવિર્ભાવ કરનાર અનંત શક્તિને મેળવે છે, તે સિવાયની શક્તિઓને મેળવનાર
For Private And Personal Use Only