________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
કરવામાં બહાદૂર હતા; અભયા રાણુના ફંદામાં ફસાયા નહી; મૌન ધારણ કર્યું, વાદવિવાદ પણ કર્યો નહી, અને રાજાએ આપેલ સંકટને સહી લીધું, જેથી શૂળીનું સિંહાસન થયું, દેએ પણ પ્રશંસા કરી અને સવારનું કલ્યાણ કર્યું. તમારી પંડિતાઈમાં પરિગ્રહવૃત્તિની આસક્તિ ધારણ કરશે નહી; કારણ કે પરિગ્રહવૃત્તિની આસક્તિ, વપરના કલ્યાણ કરવામાં વિવિધ વિદ્ગો ઊભા કરે છે, તેથી પંડિતાઈ શોભાસ્પદ બનતી નથી, અને વ્રત-નિયમાદિકનું પાલન કરવામાં પ્રમાદ આવીને ઉપસ્થિત થાય છે, જ્યાં પરિગ્રહની આસક્તિ છે ત્યાં પાપોને જેવાતા નથી; અને ગમે તેવી રીતે ધનાદિકને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ થાય છે, પછી પંડિતાઈના સ્થાને પતિતપણું આવી હાજર થાય છે, માટે પંડિતાઈને પ્રાપ્ત કરીને તેની શોભાપ્રતિષ્ઠા તથા સફલતા સધાય, તે માટે ખાસ ધ્યાન રાખશે પ્રજ્ઞાને પ્રાપ્ત કરીને પાપને દૂર કરો અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધી પિતાના જીવનને સફલ કરજે. પ્રજ્ઞા-બુદ્ધિ તરવાર જેવી છે. તેને ઉપયોગ બે પ્રકારે થઈ શકે છે. સ્વપરનું રક્ષણ થઈ શકે અને જે સદુપયોગ ન થાય તે નાશ પણ થઈ શકે. ચેરી જારી, બીજાઓને ફસાવવામાં ધાપ મારી બીજાઓનું છીન્દી લેવામાં, બુદ્ધિને દુરુપયોગ કરતા નહી.
૪૩૮, રાગ-દ્વેષ અને મેહજન્ય અહંકાર અને મમતાથી મનુષ્ય વારે વારે ભૂલ કરી બેસે છે. તે ભૂલના એને શારીરિક, આત્મિક કે વ્યવહારિક શક્તિમાં હાનિ પહોંચે છે અને નુકશાની થાય છે ત્યારે પિતાના દેશો તરફ દષ્ટિ
૧૯
For Private And Personal Use Only