________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
રહેવાથી સંગજન્ય સુખમાં આસક્ત બની રહેલ છે. તે જે આત્મિક ગુણે તરફ વૃત્તિને વાળે તે તે વિકારી સુખને વિશ્વાસ ઉઠી જાય અને આત્મિક સુખને અનુભવ આપોઆપ આવીને હાજર થાય. વિકારીને કદાપિ સ્વાભાવિક સુખને અનુભવ આવશે નહી મટે તેમાં વિશ્વાસ રાખવો ઉચિત નથી, સંધ્યાના રંગમાં અને હળદળીયા રંગમાં બાલક હેય તે ખુશી થાય છે. સમ્યમ્ જ્ઞાનનીઓને તે માલુમ છે કે આ રંગ, સ્થાયી રહેવાને નથી જ માટે સ્થાયી રંગ રહે એ પ્રયત્ન આદરૂં; તેથી તે સ્થાયી રંગ રહે તે માટે જેટલી તાકાત હોય તેટલી બુદ્ધિપૂર્વક વાપરવા કટિબદ્ધ બને છે.
૪૩૪ મનુષ્યોને વિષયના સુખની ઘણું અભિલાષાઓ હેવાથી પૈસા પ્રમદા, પ્રતિષ્ઠા, પ્રભુતા અને પ્રેમ વિગેરેને પ્રાપ્ત કરવા જીવન પર્યંત તેઓ પ્રયાસ કરી રહેલ હોય છે; પણ પોતાના આત્માના ગુણે તરફ ઉપેક્ષા રાખતા હોવાથી સુખને બદલે દુઃખ, તાપ, પરિતાપ વિગેરે હાજર થાય છે; સાંસારિક સુખના સાધન વડે આરંભમાં કાંઈક કલ્પનાના ચગે સુખાભાસરૂપે માલુમ પડે છે, પણ પરિણામે તે દુઃખજનક બને છે, એકાંતે સુખ પ્રાપ્ત થતું નથી. વ્યાપાર કરતાં પુણ્ય લક્ષાધિપતિ કે કરોડપતિ બનાય છે ત્યારે આનંદને પાર રહેતો નથી; પણ જ્યારે તે જ વ્યાપારમાં ભાવે બેસી જતાં બંગલા ઘરેણું વેચવા પડે છે ત્યારે પરિતાપને પાર રહેતા નથી. તથા પૈસાના ચગે પ્રમદાને પરી ઘેર આવે ત્યારે મનમાં મલકાઈ આનંદમાં ઝીલે છે, પણ જ્યારે તે પ્રમદા, માંદી પડે અગર મરણ પામે ત્યારે
For Private And Personal Use Only