________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
અહંકાર-અભિમાન બહુ સતાવતે નથી, અને તેથી સુખરૂપે મેક્ષમાર્ગ તરફ જલદી ગમન કરવા સમર્થ બને છે. સાંસારિક અદ્ધિ-સિદ્ધિ પગ આગળ આવીને આળોટે તે પણ તેની સામે જોવાની વૃત્તિ જાગ્રત થતી નથી; અર્થાત્ તેને તુરછ ભાસે છે, માટે દયા પણ મોક્ષમાર્ગ તરફ ગમન કરવાનું એક પ્રથમ સાધન છે; અરે કહે કે, અનંત શક્તિ, અનંત સત્તા પ્રાપ્ત કરવાનું કારણ છે, માટે આવી દયા કરવા પણ ઉદ્યમવંત બનવું જોઈએ.
૪૨૮. યાતના-દીનતા અને યાચનાને દૂર કરવા અતર્મુખ બને. જેની પાસે, મનુષ્યના ખપમાં આવે તેવી વસ્તુઓ છે તેઓની પાસે યાચનાપૂર્વક કરગરવામાં આવે તે પણ સામું જોતા નથી અને લાવ્યા બોલતા નથી. અને જેઓની પાસે આપવા જેવી વસ્તુઓ નથી તેઓની પાસે યાચના કરતાં પણ સામે જુએ છે અને બેલાવ્યા બોલે છે પરંતુ તેઓ યાચના કરનારને આપી શકે એમ નથી; માટે યાચના અને દીનતા બતાવવાને વખત ન આવે તેને માટે મનુષ્યએ પ્રથમ તૈયારી કરી લેવી જોઈએ કે જેથી યાચના કરવાને અને દીનતા દેખાડવાને પ્રસંગે ઉપસ્થિત ન થાય.
દુન્યવી નવનિધિ કે અષ્ટસિદ્ધિ વિગેરે લબ્ધિઓ મળે તે પણું યાચના, દીનતા ખસતી નથી અને આશા, તૃષ્ણાને. ખાડા પૂરતું નથી. સઘળા લધિમાનેને પણ સત્ય સુખની યાચના રહેલી હોય છે, તેઓ પણ ઉત્કૃષ્ટ લરિમાનેને દેખી હીનતા–દીનતા ધારણ કરે છે.
For Private And Personal Use Only