________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
વખત કાઢવા જોઈએ. સમ્યગ્ જ્ઞાનીએ તીથ કર કેવલજ્ઞાનીએ ચેલા વચનાનુસારે ઉપદેશ આપે છે, આમ સમજી તેમના ઉપદેશમાં શ્રદ્ધા રાખવી ઉચિત છે; જેએ તીર્થંકર કેળીના વચનાનુસારે ઉપદેશ આપતા નથી, તે સમ્યગ્ જ્ઞાનીઓ કહેવાય નહી; અને જેએ તે વચનાનુસારે ઉપદેશ આપે છે તે સમ્યગ્ જ્ઞાનીએ કહેવાય છે; માટે તેઓની પાસેથી વિનયપૂર્વક સાંભળવાની ટેવ પાડવી જોઇએ કે જેથી આત્મકલ્યાણ સધાય, દુર્ભાવનાએ ટળે, સદ્ભાવના આવીને નિવાસ કરે.
અભિમાની અને અહંકારીને વડીલેાની વાણીને અવગણી પેાતાનું કાર્ય સાધવા અન્ય પાસે જવું પડે છે; ત્યાં તેના અભિમાન અને અહંકારનું શું થતું હશે ? તે તે તેનું મન જાણે. કાર્ય સાધવા બીજા પાસે નમ્રતા ધારણ કરવી પડે છે તે વડીલે આગળ નમ્રતા ધારણ કરવામાં શે! બાધ આવતા હશે ?
૪૨૩ સમ્યગજ્ઞાની, સટોમાં ગભરાતા નથી. નિરપરાધી એવા સમ્યાની ઉપર જ્યારે કાયદાના જોરે ગુન્હો સાબિત થાય છે ત્યારે તેવા ગુન્હેગારને આનંદ પડે છે અને મનમાં સમજે છે કે આ કસોટી આવવાથી મારું તેજ વધવાનુ પણ ઘટવાનુ નહી. આમ વિચારી હાથે પગે એડી પડી હાય તા પણ તેમના મુખ ઉપર શાક છાયા માલૂમ પડતી નથી; પરંતુ તેમનુ મુખ ઉજળું દેખાય છે; જન સમુદાય પશુ દૃશ્ય દેખીને આશ્ચય પામે છે અને તેમના હૃદય કંપી ઉઠી દયા અને છે, માટે એવા પ્રસંગ આવતાં નિરપરાધી-સમજી મહાશય! મનમાં ગભરામણ લાવીશ નહી; ભલે કાના કાયદાએ શુન્હેગાર ઠરાવ્યા, અગર ભલે ત્રાંસી દૃષ્ટિવાળાએ તારી હાંસી
For Private And Personal Use Only