________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
તમને કેઈની પણ પરાધીનતા રહેશે નહી. આત્મિક જ્ઞાન કયારે પ્રાપ્ત થાય કે જ્યારે સાત ભયને તથા રાગ-દ્વેષ-મોહને નિવારે ત્યારે. હાલમાં તમને અનુકુલ સાધને પ્રાપ્ત થયા છતાં નિર્ભય બન્યા નથી તેનું સત્ય કારણ છે કે હેય તે આત્મિક સ્વરૂપનું જ્ઞાન નથી તેથી જ દુન્યવી પદાર્થોમાં જે સુખની માન્યતા મગજમાં ભરાઈ છે અને તે આધારે તમે સુખને માટે રાગ-દ્વેષ–મેહ ધારણ કરે છે, તેથી તમે તમારા આત્માને ભૂલી ગયા અને જંજાળમાં પડ્યા-સુખ લાખ ગાઉ દર ગયું -તમે વિચાર કરશે તે માલુમ પડશે કે-રાગ-દ્વેષ અને મોહથી જ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં અસહ્ય વેદ'નાઓ ભેગવવી પડે છે, તે રાગાદિક કેવી રીતે સુખ આપે ?કદાપિ આપે જ નહી; છતાં તેમાં જ અજ્ઞાનતાથી સુખ માની એઠા માર્ગ જ ઉલટ લીધે, આધિ-વ્યાધિ વિગેરે ઉપસ્થિત થયા ત્યારે પોકારે પાડ્યા, માટે અનંત જ્ઞાનીઓ ફરમાવે છે કે-આત્માના જ્ઞાન માટે સદાય પ્રયાસ કરે તેના સાધનેને મેળવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એટલે તમારી સમીપમાં જ રહેલું સુખ, તમને માલુમ પડશે અને પુરુષસિંહ બનશે. નહીતર જગતના પગ નીચે કચરાઈ મરવાનો વખત આવી લાગશે. સત્ય જ્ઞાન તે જ કહેવાય કે-જે જ્ઞાન દ્વારા કર્મોના આવરણે ખસે અને આત્મા નિર્મલ બને. ( ૪૧૯ જન્મ ધારણ કરીને બુદ્ધિમાન પુરુષોએ પ્રથમ આતમજ્ઞાન મેળવવું તે આવશ્યક છે; આત્મજ્ઞાન મળ્યા પછી, અન્ય મેળવેલ જ્ઞાન, રાગ-દ્વેષમાં વધારે કરશે નહી. હમણાં જોવાય છે કે આત્મજ્ઞાનવિહીન બુદ્ધિમાને
For Private And Personal Use Only