________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪
કેવું સુખ છે તેને અનુભવ થયે, માટે ભાગ્યાનુસારે મળેલ સાધનમાં સંતેષી બની ધર્મને ભૂલ નહી.
૪૧૬. સતેષ પરમકલ્યાણરૂપ છે, જે પુરુષ અપ્રાપ્ત વસ્તુઓની ઈરછા નહિ કરનારે, પ્રાપ્ત વસ્તુઓના ઉપર મમતા નહી રાખનારે હર્ષ શેકની વિડંબનામાં અટવાતે નથી અર્થાત્ તેને હર્ષ શોક થતાં નથી. આવા સંતુષ્ટને ઈન્દ્રમહારાજ કરતાં અધિક સુખ હોય છે, ત્યારે અપ્રાપ્ય વસ્તુઓની ઇરછા કરી તનતોડ પ્રયાસ કરનાર તથા પ્રાપ્ત વસ્તુઓમાં મુગ્ધ મની આસક્તિ ધારણ કરનાર, ઈષ્ટ વસ્તુઓ હેતે પણ દુઃખી બજો રહે છે એટલે તેને કઈ બાબતમાં ચેન પડતું નથી.
૪૧૭. સંતેષરૂપી ગંગાના નીરમાં સદાય સ્નાન કરનારને જ દાન, શીલ, તપ અને ભાવનાનું ફળ મળે છે. સંતેષ સિવાય તેનું કુલ મળવું અશક્ય છે, ભલે પછી મનમાં માને કે અમોએ ધર્મક્રિયા કરેલ છે તેથી સત્ય સુખ મળશે અને આનંદમાં ઝીલાશે, આ તેમને ભ્રમ છે.
આત્મગુણેમાં સંતુષ્ટ બનેલને ષષ્ટિ રહેતી નથી અને ગુણાનુરાગથી અધિક અધિક સંતુષ્ટ બની રહે છે.
આત્મવિકાસમાં આગળ વધવાની ઈચ્છાવાળાએ, પ્રથમ સંતેષને ધારણ કરે આવશ્યક છે. આ સિવાય આગળ વધાશે નહી. કદાચ પ્રયાસ કરશે તે પાછળ પડવાને વખત આવી લાગશે માટે દેષદષ્ટિને ત્યાગ કરી સંતોષ-સરિતામાં સ્નાન કરી સુખને મેળવો.
૪૧૮ આત્માનું જ્ઞાન મેળવીને અમર બને, પછી
For Private And Personal Use Only