________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
જ્યાં ફલની તથા પરિણામની આસક્તિ હોય છે ત્યાં દુખે વિવિધ વેશને ધારણ કરીને આવી લાગે છે, માટે કરેલા કાર્યોના બદલાની ઈચ્છા રાખે નહી.
૪૧૩. દ્રવ્ય અને ભાવથી ત્યાગ કરે-આપણું સમસ્ત જીવન આપવા માટે એટલે ત્યાગ કરવા માટે જ ઉત્પન્ન થયેલ છે, નહી કે બીજાની પાસેથી લેવા માટે, આપણી ઉદારતા જે નિયમપૂર્વક હશે તે પરમાત્મપદ-એક્ષપદ સુદ્ધાં આપણું તરફ ખેંચાઈ આવશે, તમે નહી આપે તે સર્વ શકિતમાન કર્મો તમારી પાસે એક યા બીજી રીતે જબરાઇથી પણ અપાવશે માટે ખુશીથી આપે. વહેલું મોડું પણ તમારે આપવું–છોડવું તે જરૂર પડશે જ, માટે છૂટવા પહેલાં જ છેડે-ત્યાગ કરે, મમતાને ત્યાગ કરે, ગમે ત્યારે પણ એક દિવસ ગળચી પકડીને પણ કુદરત છેડાવશે, તે પછી ઈચ્છાપૂર્વક ત્યાગ કરીને સુખના ભાગી શા માટે ન બનવું? આ જગત્માં એ એક પણ મનુષ્ય અત્યાર સુધીમાં થયે નથી, કે થશે નહી, કે જેને છેવટે પોતાનું સર્વસ્વ આપી દેવાની ત્યાગ કરવાની ફરજ નહી પડી હેય. આ નિયમ વિરુદ્ધ મનુષ્ય જેટલા પ્રયાસ કરશે તેટલે તે વધારે દુખી થવાને જ; જેમ જેમ વધારે ત્યાગ કરતા રહેશે તેમ તેમ તમેને અક્ષય ભંડાર મળવાને; ત્યાગ કર્યો સિવાય સત્ય સુખને અન્ય ઉપાય નથી; મમતા-અહંતા આસકિતના ત્યાગમાં જ આત્માની શકિતને આવિર્ભાવ થાય છે. અને માયામમતા-આસકિતથી આત્મિક શકિત–સત્તાને તિભાવ થાય છે. માટે સત્ય સુખની ઝંખના હેય તે મૂરછ
For Private And Personal Use Only