________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. આ સંસારમાં ભાગ્ય અને પ્રયત્ન સિવાય જો વસ્તુઓ પણ મળવી અશક્ય છે. જેઓ ભાગ્યાનુસાર વરતુઓને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે, તેઓ મનગમતી વસ્તુઓને પ્રાપ્ત કરવા ભાગ્યશાલી બને છે. સદાચાર શુભ ક્રિયાઓ ભાગ્યને ઘડે છે, તેથી સર્વ બાબતમાં તેઓને અનુકૂલતા વયમેવ આવીને ઉપસ્થિત થાય છે અને અનુકૂલતાથી કુસંપ-કલહ વિગેરે રહેતા નથી; માટે ભાગ્ય-પુણ્ય વધે તે માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે, તે સિવાય ડગલે અને પગલે પ્રતિકૂલતા આવીને ઉપસ્થિત થાય છે.
એક શ્રીમંતના પુત્રને સાંસારિક વ્યવહારિક કાર્યોમાં બહુ રસ પડતો હતો અને ઘણેખરે વખત તેમાં વ્યતીત કરતે. દેવ, ગુરુ અને ધર્મનું સ્મરણ પણ તેને થતું નહિ. કદાચ કેઈ સંભારી આપે તે પણ રુચિ ધારણ કરે નહિ. જ્યાં સુધી પુદય હતું ત્યાં સુધી મોજમજા મોટાઈ મેળવી, પણ પુછ્યુંદય ખતમ થતાં અને પાપોદય આવતાં શારીરિક બલ-બુદ્ધિસંપત્તિ વગેરે નષ્ટ થવા લાગી. હવે તે કઈ પણ તેના સામું જેતે નથી. માન-સત્કાર તે તેને કેણ આપે? માતપિતા કાલધર્મ પામેલા હતા. તેથી એકલે પડેલા બહુ અફસોસ કરવા લાગે. ચિન્તાતુર થતું હોવાથી ધંધ-ધર્મ કઈ પણ સૂઝતો નથી. દરરોજ રડ્યા કરે છે. આ પ્રમાણે આળસુ બનીને રડ્યા કરતે હોવાથી એક સજજને તેમને શિખામણ આપી કે-હવે કયાંસુધી આળસુ બનીને રડ્યા કરીશ? જાગ્રત થા ઉઠ અને ઉદ્યમ કર. તેને ઉત્સાહ મળવાથી તેમજ સહકાર મળવાથી ઉદ્યમ કરતાં પ્રથમની સ્થિતિ પ્રાપ્ત થઈ, અને હવે બરાબર
For Private And Personal Use Only