________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫ પ્રાણીઓને તથા તમારા સ્વાત્માને છેતરતા નહી, પણ વિષયકષાયના વિકારોને છેતરી અનંત સમૃદ્ધિમાન બનજે. પ્રાણીઓને છેતરવામાં તે કઈ પ્રકારને લાભ થશે નહી ઉલટે તમારે વાત્મા છેતરાશે.
૩૬૨, તમે કર્મોદયે બિચારા થઈને જમ્યા પણ એવી કરણ કરે કે બહાદુર બની પરલોકે સીધા. બિચાર થઈને પરલોકે જશે તે મળેલે દુર્લભ મનુષ્યભવ એળે જશે અને પાછા ક્યારે મળે તે કહી શકાય નહી.
૩૬૩, બહાદુરની બહાદુરી-શૂરાની શૂરવીરતા-વિદ્વાનની વિદ્વત્તા અને મનુષ્યની માણસાઈ ત્યારે જ કહેવાય કે જ્યારે અહંકાર-અભિમાન, ઈર્ષા–અદેખાઈ, મોહ-મમતાને મારી સમતા આદરે અને રાગ-દ્વેષના વિકારોને વશ બને નહી અને સર્વ પ્રાણીઓને પોતાના સમ ગણે.
અહંકાર-અભિમાનાદિકને મારનાર ભલે બહાદુર-શૂરવીર ન કહેવાતા હોય અગર બિચારા કહેવાતા હોય તે પણ બહાદુર અને શૂરા છે, કારણ કે જગતના કથન પરથી બહાદુર કે બિચારા બનાતું નથી.
૩૬૪. શારીરિક વ્યાધિઓ માટે દવા મળી રહેશે પણ માનસિક રોગની વ્યાધિઓ માટે મળવી અશક્ય છે, તે તે અહંકારાદિકના ત્યાગથી મળી શકે એમ છે; અહંકારાદિકને ત્યાગ કરે તે માનસિક રોગની દવા છે.
૩૫. વેગના પાંચ પ્રકારે-અધ્યાત્મયગ-ભાવનગ કયાનગ-સમતાગ અને વૃત્તિસંક્ષયગ-આ પાંચેય સાધને,
For Private And Personal Use Only