________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
૩૫૮. ગૃહસ્થધર્મને તથા સાધુધર્મને ઉન્નતિના શિખરે આરૂઢ કરીને સત્ય, આઝાદી અને આબાદી આપનાર સચમ સિવાય અન્ય સાધન નથી. જે સયમની આરાધનામાં ખામી હાય તા તે ધર્મની સ્થિતિ સારીરીતે રહી શકતી નથી; કારણ કે તે વિના પશુએ પણ સ્વજીવન ગુજારી પરલેાકે જાય છે. તમે તે પ્રમાણે વર્તન રાખે તે તફાવત શે ?
૩૫૯. સ્વપરનું રક્ષણ કરવા સમયસૂચકતા વાપરવી તે પશુ એક જાતનું મલવાન હુથીઆર છે; ગમે તેવી પ્રવીણતા હાય; હરાવવાની તાકાત હાય-અને પાતે યશસ્વી હાય-પશુ સમયસૂચકતા જો ન વાપરે તે તે નાશીપાસ બને છે; માટે સમયસૂચકતા રાખવી તે અતિ હિતકર છે.
સમયના જાણકાર જો પડિત હાય અગર શ્રીમંત હાય અગર રંક હાય તાપણુ તે પેાતાની માણુસાઈ શોભાવે છે. અને પ્રસિદ્ધ થાય છે; માટે પડિતે અગર શ્રીમ'તે સમયને જાણુવાની ખાસ જરૂર છે.
સમય સિવાય અન્ય વખતે વઢેલું, ખાધેલું, અને પીધેલુ લાભદાયી નીવડતુ નથી, અને તે માટે કરેલી મહેનત વૃથા થાય છે અને હાંસીપાત્ર થવાય છે, માટે તેના ફૂલ લેવા માટે સમયસૂચકતા ભૂલવા જેવી નથી,
૩૬૦. મનુષ્યા ભ્રમણામાં પડેલા હોવાથી કરે છે બદમાશી અને દેખાડે છે બહાદુરી, આવાઓને સમાગ ક્યાંથી મળે?
૩૬૧, તમેાને છેતરવાની ટેવ હોય તેા કાને છેતરશે ?
For Private And Personal Use Only