________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે તેને પ્રાદુર્ભાવ કરવા કષ્ટ પડે તો પણ સંયમને ત્યાગ કરવો નહી. સંયમ-અનંત સુખનું સંપૂર્ણ સાધન છે.
દુખથી મુક્ત થવાને ઉપાય દુઃખને સહન કરવું અને વિવેક લાવીને સંયમની આરાધના કરીને આત્મિક વિકાસ સાધવે તે સત્ય છે; દુઃખ દુઃખના પોકારે પાડવાથી દુખે ખસતા નથી, ઉલટા વધે છે, સુખને સાક્ષાત્કાર, દુખને સહન કરી આત્મરમણતામાં રહેલો છે, માટે આત્મરણતમાં સદાય રહેવા સતત લાગણી રાખવી એગ્ય છે.
૩૫૭. ધર્મધ્યાનના ચાર પાયાના વિચારમાં મરણ પામવું તે પરલેકમાં સુખી થવાની નિશાની છે; આર્ત-રૌદ્રધ્યાનના વિચારમાં મરણ પામવું તે અત્યંત દુઃખની નિશાની છે, માટે દુઃખને જ્ઞાનપૂર્વક સહન કરી ધમધયાનમાં રહેવાની પ્રથમ તૈયારી કરવી જોઈએ.
કઈ પણ અવસ્થામાં ધર્મયાનના વિચાર, વિવેકને ખેંચી લાવે છે, રાગ-દ્વેષના બંધને તેમજ અહંકાર-અભિમાનાદિક ગાળી નાંખે છે એટલે તેના આધારે દરેક અવસ્થામાં સુખશાંતિ રહે છે–ઉદ્વેગ થતો નથી, માટે દરેક અવસ્થામાં ધર્મ, અયાનના વિચાર વિસરવા જેવા નથી.
ધર્મધ્યાનના ચાર પાયાનો વિચાર કરનાર શુક્લ-ધ્યાનને અધિકારી બને છે અને શુકલધ્યાનના આધારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; જેવા વિચાર કરીએ તેવી અવસ્થા ઘડાતી રહે છે અને અવસ્થા પ્રમાણે સુખી દુઃખી બનાય છે; માટે ધર્મકયાનના વિચારોમાં જાગ્રત્ રહેવું.
For Private And Personal Use Only