________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦ અવસર મળતાં તેની પણ જરૂર પડવાની, આંબાના વૃક્ષને ફલે બેસતાં કાંટાની વાડની જરૂર પડે છે. - ૩૪૯દરેક પ્રાણીઓમાં ચેતન્ય છે તે પૈતન્ય ખરાબ નથી પણ તે આત્માએ કરેલા દુષ્કૃત્ય ખરાબ છે. માટે દુકૃત્યને ખરાબ કહેવાં જોઈએ. અને તેવા કર્મોથી બચવા માટે પ્રયાસ કરવું જોઈએ. આપણે જે દુકૃત્ય કરતા નથી તે દુર્જને, આપણને શું કરી શકે એમ છે? બહુ બહુ તે ગાળો ભાંડે દુન્યવી વસ્તુઓને નુકશાન પહોંચાડે અગર શર વડે શરીરને નાશ કરે, તેથી તેઓ અધિક કરી શકે એમ નથી; જેઓને તે, નાશ અગર નુકશાન કરે છે તે વરતુઓ તે ક્ષણવિનાશી છે જ.
૩૫૦. ગૃહસ્થાવસ્થામાં સ્થિરતા આવવી દુશકય છે. ધર્મના અલૌકિક મર્મને અનુસરીને, તમારો ગૃહસ્થાશ્રમ સેવાય તે અતિ સુગમતાથી આત્મન્નિતિ સાધી શકાય છે, પરંતુ ધર્મના મર્મને સમજનાર કેટલા ? કારણ કે ગૃહસ્થાશ્રમ વિવિધ જંજાલથી ભરેલ હોવાથી ભલભલા તેમાં ફસાઈ પડે છે.
મન નિર્મલ થાય અને સ્થિરતાને ધારણ કરાય ત્યારે ધર્મના મર્મને સમજવાને સમય આવે છે; ગૃહસ્થાશ્રમમાં તે વિવિધ વિપત્તિઓ તથા વિદને હેવાથી મન સ્થિર થાય કયાંથી? માટે તેને ત્યાગ કરવાની આવશ્યકતા છે અને ત્યાગ કર્યા પછી સમ્યજ્ઞાનની આરાધનાપૂર્વક લીધેલ ચારિત્ર સારી રીતે પાળવામાં આવે ત્યારે જ મન સ્થિર થઈ ધર્મને મર્મ સમજે છે, માટે સ્થિર થવાની યોગ્યતા ચારિત્રમાં છે પણ ગૃહસ્થાશ્રમમાં નથી.
For Private And Personal Use Only