________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ગુરુએ પોતાના સુખશીલી આ શિષ્યને કહ્યું કે, અરે આજે મને બહુ થાક લાગે છે માટે મારી કેડ ઉપર પગ મૂકીને ગદડ. શિષ્ય કહેવા લાગ્યું કે એવું તે થાય? આપના શરીર ઉપર પગ મૂકવાથી પાપ લાગે અને આશાતના થાય. માટે પગ કેમ મૂકાય? ગુરુએ કહ્યું કે, જલદી આવ, થાક બહુ લાગે છે, પાપ લાગશે નહી અને આશાતના પણ થશે નહી. મારા કહેવાથી કેડ ઉપર પગ મૂક્યા છે ને ? ના ના એમ ન થાય? ગુરુએ કહ્યું કે, કેડ ઉપર પગ મૂકતાં પાપ લાગે છે પણ મારી વાણી ઉપર પગ મૂકતાં પાપ લાગતું નથી ! તારા જેવાને શું લાભ થાય? આ પ્રમાણે આજ્ઞા ન માનનાર ભલે ગમે તેવી સ્તુતિ કરે કે વંદના કરે તે પણ સત્ય લાભ મળ દુષ્કર છે, માટે આજ્ઞારંગી બનીને વર્તન રાખવું જોઈએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને જાણી આજ્ઞાપૂર્વક વર્તન રાખનાર ઉત્તરોત્તર આત્મવિકાસમાં આગળ વધે છે, અન્ય શિષ્યોને પણ અનુકરણીય બની જગતમાં પ્રશંસા પાત્ર થાય છે. આજ્ઞાધર્મના મર્મને જાણનાર શિષ્ય વપરનું શ્રેયઃ સાધી શકે છે.
૩૪૬. ભૂંડાઓ પર પણ ભલાઈ કરો. ભૂંડાની પાસે જ નહી પણ ભૂડે આવીને તારી સમક્ષ આવીને ઊભું રહે ત્યારે તેને ધિક્કાર નહી; કારણ કે તે તારું ભલું કરવા આવેલ છે એમ માન; તેણે જે વિચાર કર્યા હશે તે તારા સહવાસે સુધરશે અને પછી તારે ઉપકાર માનશે. - અસાધ્ય વ્યાધિને દૂર કરવા માટે જેમ આપરેશનની જરૂર પડે છે, તેમ ભાવ વ્યાધિને ત્યાગ કરવા માટે ભૂંડાની
For Private And Personal Use Only