________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે તેઓને લગતા સંકાવિક બહુ અસર કરતા નથી અને આત્મગુણમાં સ્થિરતા થતાં આત્મગુણમાં પ્રેમ લાગતાં ધીમે ધીમે ઢળવા માંડે છે, જ્યારે તે વિકલપો સર્વથા ટળr જાય ત્યારે સાથે સાથે કષાય-ક્રોધ-માન-માયા અને લેભ પણ રહેતા નથી. એટલે વિષય-કષાયના વિકારો નાશ પામ્યા પછી આપે આપ આત્મિક ગુણેમાં સ્થિરતા જામે છે અને સ્થિરતા થયા પછી આત્મિક સુખ કેવું છે, તેનો અનુભવ આવે છે; માટે પ્રથમ આત્મિક સુખના અનુભવાર્થિઓએ ઈન્દ્રિયના વિષયની આસક્તિને ત્યાગ કરવા જ્ઞાનપૂર્વક આદર કર આવશ્યક છે, તે સિવાય ગમે તે પ્રયાસ કરવામાં આત્મિક સુખાનુભવ આવ અશક્ય છે.
૩૪રે. અનાદિકાલથી રૂપ-રસ-ગંધ વિગેરેની અજ્ઞાન તાથી આસક્તિ લાગેલી છે તે એકદમ ટળી શકે એમ નથી, માટે શાસ્ત્રકારોએ જે બાહ્યતપના છ પ્રકારો બતાવ્યા છે તેમાં નિયમબદ્ધ બનવામાં આવે તેજ ધીમેધીમે તે વિષયોમાંથી પ્રતિબદ્ધતા નાશ પામે છે, અને તેઓની પ્રતિબદ્ધતાને ફગાવી દેવાથી આત્મબલ વધતું જાય છે, આત્મિક બલને દબાવનાર જો કે શત્રુ હોય તે વિષય પરત્વેને રાગ છે અને તે બલને આવિર્ભાવ કરનાર પ્રથમ મિત્ર જે કોઈ. હોય તે વિષય વિરાગ જ છે, પછી આત્મબળ વધતાં તેના સાધનોની કિંમત વધે છે.
૩૪૩, જેને આત્મવિકાસ સાધી કર્મોની પરધીરતા ટાળવી છે તેને ગમે તેવા લાકડ લડાવનાર મળે તે પણ તેની સામે તે જેતે નથી; અગર તેનું કથન
For Private And Personal Use Only