________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩ વિના પિતાના જીવનને વૃથા ગુમાવે છે માટે આળસુ ન બનતાં ઉદ્યમશીલ થવું આવશ્યક છે.
૩૩૩. ઉત્તમ વાર કો? પુત્રાદિક માટે લાખે– કરડેને વારસે મૂકીને જવું તે સઘળા માતાપિતા માટે મુશ્કેલ છે તેમજ અશકય છે પણ બાળકને સદ્ગુણ, પરાક્રમી અને નીડર બનાવવા તેમજ સમ્યગજ્ઞાની બનાવવાને વાર આપે તે પિતાના હાથની વાત છે-શક્ય છે.
લાખો-કરોડ કરતાં પણ અત્યંત કીંમતી સમ્યગજ્ઞાનને અને સદ્દગુણોને વારસે છે, માટે આ કીંમતી વારસાને આપે અને તે આપશે તે જ તમારા પ્રેમની કિંમત અંકાશે અને પ્રતિષ્ઠા વધશે.
૩૩૪. સવર્તન, શ્રીમંત અને સત્તા-અધિકારવાળાઓએ સદાય સદ્વર્તન પાલવામાં તત્પર બનવું જરૂરનું છે, કારણકે સદ્વર્તન ન હોય તે તેઓ પરિવારને તેમજ અનુયાયી વર્ગને સુધારવાને બદલે બગાડતા જાય છે.
૩૩પ. જો તમને ઈષ્ટ વસ્તુઓ પ્રયાસ કરતાં પણ પ્રાપ્ત ન થાય તે જે ભાગ્યાનુસારે વસ્તુઓ મળી છે તેમાં સંતેષી બને અને પ્રયત્ન ચાલુ રાખે પણ હતાશ થઈ ગમગીન બનો નહી.
૩૩૬. પ્રકાશની પાછળ જેમ અંધકાર છે, દિવસ પૂર્ણ થયા પછી જેમ રાત્રી આવે છે, તે પ્રમાણે સુખની પાછળ દુઃખ રહેલ છે; સુખના દિવસો પૂર્ણ થયા પછી દુઃખના દિવસો આવે તેમાં નવાઈ નથી, માટે ગભરાવું ન જોઈયે.
For Private And Personal Use Only