________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭ રહેવાથી તેના પાશ ટળવાના નથી; માટે પ્રથમ વિષય પ્રતિબદ્ધતાને ત્યાગ કરવા બલ ફેરવે.
૩૧૪. ભાગ્યોદય કે પુણ્યોદય? જગતમાં જ્યારે સર્વ પ્રકારે ઈચ્છા પ્રમાણે દુન્યવી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય અગર સારી રીતે અનુકૂળતા રહેતી હોય ત્યારે માનવીઓ, ભાગ્યોદયકે પૃદય માને છે અને વ્યાધિઓ થાય કે વિવિધ વિપત્તિઓ આવી પડે ત્યારે પાપાદય માને છે. જો કે આ માન્યતા વ્યવહારથી ઠીક છે, પણ તેથી આન્નતિ કે આત્મવિકાસ સધાતે નથી; સત્ય પૃદય-ભાગ્યદય તે કહેવાય કે, દ્રવ્ય અને ભાવથી ધર્મની આરાધના કરવાની રુચિ જાગે અને અતિશય બલ ફેરવી તે રુચિ પ્રમાણે વર્તન થાય તેમજ વિષય-કષાયના ત્યાગમાં શકય પ્રયાસ થાય; અનુકૂલતા અગર ઈરછા પ્રમાણે વસ્તુઓ મળવાથી, કાંઈ ધમ ની આરાધના થતી નથી; ઉલટી રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારમાં પડી જવાય છે, તેથી આધિ, વ્યાધિ અને ઉપાધિ અનેક પ્રકારે આવીને વળગે છે. આવી પરિસ્થિતિને પુણ્યદય કેમ કહેવાય?
સાંસારિક વૈષયિક સુખમાં ઊંડી નજરે જોઈએ તે પરિ ણામે દુઃખ રહેલું માલુમ પડે છે, તે આ સુખના કારણરૂપ પુણ્યને પુય તરીકે કેમ મનાય? પરંતુ જે પુણ્ય, સર્વ અનુકૂલતાની સાથે ધર્મની આરાધના કરવામાં સહકાર આપે, બુદ્ધિ નિર્મલ રહે, ચારિત્રપાલનમાં સહાય થાય તે પુણ્ય સારી રીતે કહી શકાય માટે પ્રાપ્ત થએલ અનુકૂલતામાં આસક્તિ ધારણ કરવી નહી.
For Private And Personal Use Only