________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
પૂર્વક બાર પ્રકારની આરાધના સારી રીતે થાય તે પરમેષ્ટિના જાપમાં પણ સ્થિરતાને સારી રીતે આનંદ ઉભરાય છે અને કેટલે વખત ગયે તેની ખબર પડતી નથી.
જેઓ જિનાજ્ઞા પ્રમાણે તપસ્યા કરતા નથી તેઓ વિશ્વમાં આસક્ત બનતા જાય છે, પછી તેઓને પીછો આધિ, વ્યાધિ કે ઉપાધિ મૂકતી નથી; અને આધિ, વ્યાધિ વિગેરેથી ઘેરાએલા જીવાત્માને શવને પણ સુખ ક્યાંથી? છતાં પણ તેમાં સુખ માનતે છવ વિવિધ પ્રકારના આરંભે કરીને અધિકાધિક વિડંબનાઓને આમંત્રણ આપતે રહે છે, અને પિકા પાડત અન્યની સમીપમાં દીનતા દાખવે છે.
૩૧૩. ચિત્તવૃત્તિને નિરોધ, વિષયમાં પ્રતિબદ્ધ બનેલને થવો અશક્ય છે; વિષયમાં પ્રતિબદ્ધ બનેલ, ચિત્તવૃત્તિને નિરોધ કરવા બળજબરી કરે તે ઉલટી વ્યાધિ આવી સતાવ્યા કરે; માટે પ્રથમ વિષયને ત્યાગ કરે તે પણ રોગ છે; સાધનને સુંદર બનાવ્યા સિવાય સાધ્ય બરાબર સધાતું નથી; વિષય વિકારોને ત્યાગ તે સાધન છે અને ચિત્ત વૃત્તિને નિરોધ તે સાધ્ય છે. આ પ્રમાણે સાધ્ય સારી રીતે સધાતાં કર્મોથી આત્માને મુક્ત કરે છે, પિતાને પિતાના ઘરમાં આવવું છે અને પરમાનંદને આસ્વાદ કરે છે, તે આવી મળવાને જ; ધર્મ આરાધના આ પ્રમાણે બનતાં અનાદિ કાલના કર્મોના પાશ ખસવા માંડે છે અને આત્મસ્વરૂપ-આત્મસત્તા અને આત્મજ્ઞાનને આવિર્ભાવ થાય છે; માટે કમેને ત્યાગ કરવામાં તત્પર બને; આમ મૂઢતયા બેસી
For Private And Personal Use Only