________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩ ૩૦૭. કામાંધ બનેલ માનવીએ કયું અકાર્ય કરતા નથી? તેમજ લેભાંધ-ધાંધ પણ અકાર્ય કરવામાં પાછી. પાની કરતા નથી, માટે સુખની પ્રાપ્તિ માટે કષાયાધિ બનવું -જોઈએ નહી. - અદેખાઈ-અહંકાર-મમતાદિક વિગેરે જે દુર્ગુણે, પ્રાણીએને વિલંબ રહિત સતાવ્યા કરે છે, તેનું જે કારણ કે હોય તે, કષાયાધતા છે કારણ કે તેવી અંધતામાં વિચારવિવેક આવી શકતો નથી. - ૩૦૮. કેઈ વ્યક્તિની પાસે હથિયારે હોય પણ જે હિમ્મત ન હોય તે તે વ્યક્તિ ફક્ત હથિયારના આધારે કાંઈ પણ ધારેલું કાર્ય સફલ કરી શકતું નથી, માટે હથિત્યારે સાથે હિંમત પણ જોઈએ. હિંમત આત્મબલ છે અને હથિયારે જડ છે. એટલે આત્મબલ વિના ગમે તેવા સાધને હેય તે પણ સવકાર્ય સાધી શકાતું નથી.
સ્વકાર્ય સાધવામાં જે આત્મિક બલ હોય તે શારીરિકબલ પણ સહકાર આપે છે. નહીતર શરીરબલ હોય તે પણ શિથિલ બને છે, માટે આત્મબલની વૃદ્ધિ કરવા માટે એગ્ય સાધને જવા જોઈએ.
સાંસારિક સાત ભયને નિવારવા માટે હિંમત ધારણ કરવી અને તેના સાધનેને મેળવવા તે સાચા હથિયારો-સાધને છે તે સિવાયના અન્ય સાધનો, શેક-પરિતાપ તેમજ જન્મ મરણને વધારનાર છે, માટે તેવા સાધનોને મેળવી હિંમત ધારણ કરવા પૂર્વક મોહ શત્રુ સાથે સંગ્રામ માંડવે તે જીવનમાં આવશ્યક છે.
For Private And Personal Use Only