________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપન્ન વૈભવવાનું હોય તે તેની લક્ષમી પુણ્યના માર્ગે વપરાય અને તેઓની શક્તિ ઉન્માર્ગે વેડફાય નહી; મુત્સદ્દીગીરી પણ સફલતાને ધારણ કરે અને સમાજને પણ સારા પ્રમાણમાં લાભ થાય; નહીતર તે જ શક્તિ અને સંપત્તિ મોજશોખવિલાસમાં વપરાય, આરંભસમારંભમાં વપરાઈ પાપાનુબંધી બને, માટે સદાચાર અને પૈસાઓને તથા સત્તા-શકિતને સાચવવાં એ અનન્ય કારણ છે આ પ્રમાણે જે સમજે છે તેઓ પિતે સુખી રહી અને બીજાઓને સુખી બનાવે છે. સદાચારના પાલનથી ઘણા પાપાર અટકે છે અને પુયાઈ વધતી રહે છે. તમે પૈસાઓ વધારવા પ્રયત્ન કરે છે કે પુણ્યાઈ વધારવા કે સદાચારનું પાલન કરવા ? તેને સદાય વિચાર કરવું જોઈએ. વિચાર કર્યા સિવાય વિવેક આવતું નથી અને વિવેક વિના હેય, રેય અને ઉપાદેયની સમજણ પડતી નથી.
ર૪. વસ્તુઓની પ્રાપ્તિ મુખ્યતયા ભાગ્યાધીન છે, ત્યારે તેને ત્યાગ કરે તે સ્વાધીન છે, એટલે પિતાના હાથ ની વાત છે; અતએવી વસ્તુઓની પ્રાપ્તિ કરતાં ત્યાગ બહુ બળવાન અને આત્મિક વિકાસમાં અનન્ય કારણ છે. વસ્તુઓની પ્રાપ્તિમાં પ્રયત્ન પણ કારણ તે છે પરંતુ તે ગૌણતાએ છે પ્રયત્ન કરતાં જે પુયાઈ હોય તે જ અનુકૂલ સાધન-સામગ્રી મળી રહે છે; પુણ્યાઈ ન હોય તે પ્રયત્ન કરતાં પણ અનુકૂલ સાધનસામગ્રી મળતી નથી, પણ જે હોય તે ખસી જાય છે અને ચિન્તાને પાર આવતું નથી માટે પુણ્યાઇ વધારવા ત્યાગાદિ કરવાની ખાસ જરૂર છે. બીજા એના ઉપર વિશ્વાસ
૧૫
For Private And Personal Use Only