________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ છે થતું જાય છે, તથા એવા એવા કારણે પામીને મૂલમાંથી નાશ પામે છે. આવા પ્રેમ ઉપર કોણ વિશ્વાસ ધારણ કરે?
૨૮૮. આત્માના ગુણે સિવાય અન્ય દેહ, પત્ની, પુત્રાદિકમાં સુખશાંતિ માટે વિશ્વાસ કરવો તે તે બુદ્ધિમાનેને પણ ઠગાવા જેવું છે. શરીર જ્યાં સુધી સશક્ત હોય ત્યાં સુધી આરામ અને આનંદ રહે છે પણ જ્યારે યાધિગ્રસ્ત બન્યું ત્યારે તે ચિતાને અને દુખને પાર રહેતે નથી; દરેક બાબતમાં પ્રતિકૂલતા આવી ઉપસ્થિત થાય છે. વાદિષ્ટ ભજન પણ આરોગી શકાતું નથી અને ખાવા જાય તે, ઝાડાઓ થાય કે ઉલટીઓ-મેટ થયા કરે, બેસવાને માટે એરમેલ હેય, મોટર હોય કે ઘોડાગાડી હોય તે પણું તેમાં બેસવા જતાં વ્યાધિ અધિક જોર પકડે, એટલે બેસવાનું પણ મન થાય નહીં, કયારે શરીર વ્યાધિગ્રસ્ત બનશે તે જાણી શકાય અને કહી શકાય એમ નથી. એક દિવસે સશકત, બીજા દિવસે બીમારી-આવી પરિસ્થિતિ છે, જેથી શરીરના ઉપર કે વિશ્વાસ ધારણ કરે? શરીરનું સારી રીતે પાલન-પોષણ કરે, અલંકારોથી શણગારો તેમજ મેવા-મિષ્ટાન્નથી પિષણ કરે તે પણ જે વ્યાધિઓ ઉત્પન્ન થઈ છે અગર ભાવિમાં થવાની તેને પ્રતિકાર થવાને નથી; ભલે કદાચ જીવન પર્યત શરીરમાં આરોગ્ય જળવાય તે પણ જરા રાક્ષસી તે આવીને ઉભી રહે છે. તેને કઈ પણ પ્રકારે પ્રતિકાર થાય એમ નથી, તમે પ્રતિકાર કરવા પણ સમર્થ નથી. તે પ્રમાણે સમગ્ર જગતુ કે સુરેન્દ્ર પણ આવતી અને આવેલી જરાને હટાવી શકે એમ છે ? નથી. તે ગેહાદિકને તે શો વિશ્વાસ?
For Private And Personal Use Only