________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીના હાથમાં તરવાર આપી. સ્ત્રીએ કહ્યું કે-આડા ફરીને ઉભા રહે, મને બહુ શરમ આવે છે. ચરો જાણે મરણ પામવાજ આડા કુંભા હાયની શું ! તેની માફક થડા દૂર જઈને આડા ઊભા રહીને પ્રથમ કોણ તેની પાસે જાય તેના વિચારમાં પડ્યા ચારેમાં મેળ ખાતે નથી અને તેની પાસે જવામાં વાદ-વિવાદમાં પડ્યા. પેલી સ્ત્રીએ હિંમત અને સાહસને ધારણ કરી તેમની તરવારે એક એકને એવા ઝટકા માયા કે ત્યાં જ પિકારો પાડતાં નીચે ગબડી પડ્યા; ઉઠવાની કે નાશી જવાની તાકાત રહી નહી. એટલે તેઓની પાસે કાઢી આપેલા જે દાગીના હતા, તે સર્વેને લઈ ગાડીમાં બેસી ગાડાવાળા સાથે સાસરે આવી. સાસુ, સસરા અને પિતાના પતિને એની બીના કહી. આ સાંભળી તેઓ તાજુબ બન્યા અને વખાણ કરવા લાગ્યા. પરંપરાએ નગરના નૃપને પણ તેણીના ધીરજસહનતા અને સાહસની ખબર પડી; તેથી સન્માન સત્કારપૂર્વક તેણીને બોલાવી પિતાની બહેન તરીકે ગણીને એક સેનાની મુઠવાળી તરવાર અર્પણ કરી તથા વસ્ત્રાભૂષણે આપીને વિદાય કરી. આજ સ્ત્રીએ તે લૂંટાવાના સમયે ધીરજ ધારી ન હતી અને ભય પામીને તે સમયે તે ચેરેના કથન મુજબ કામ કર્યું હેત તે દાગીનાની સાથે શિયળ પણ લૂંટાત અને જીવના જોખમમાં પણ આવી પડત.
જ્યારે ધીરજ સાથે સહન કરીને સાહસ કર્યું ત્યારે જ તે બચી ગઈ અને અભિનંદન પાત્ર બની, માટે તેવા સમયે ધીરજને ધારણ કર, દીનતા દેખાડે નહી.
For Private And Personal Use Only