________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ જોર પકડે છે માટે સંકટને નિવારવા માટે સમયને વિચાર, કરી જ્ઞાનપૂર્વક સંહન કરવું તે હિતકર છે, સંતાપાદિ કરવા તે તો અણાનતા સૂચવે છે, કોઈ પણ લાભ થતું નથી અને તેને હટાવવાની દિશા સૂઝતી નથી માટે પૈયને ધારણ કરે અને સંકટોને હઠા ! સંકટ સમયે વૈર્યને ધારણ કર. નાર વ્યક્તિને દુઃખ પણ સતાવતું નથી અને કર્મો પણ ચીકણું બંધાતા નથી. તેમજ કદિય વિફલતાને ધારણ કરે છે, પૈયને ધારણ કરવાની અને સહન કરવાની શક્તિ આપણુમાં જ રહેલી છે, બહારથી આવતી નથી. કેઈ આપણને ધીરજ આપશે તે પણ આપણામાં જે ધીરજ નહી હોય તે, લાંબે વખત ટકશે નહી. અને પાછો વલેપાત થયા કરશે, માટે પૈયને ધારણ કરીને સહન કરતાં શીખે. તમે જ્ઞાની અને સમજુ છે, એ કયારે માલુમ પડે કે જ્યારે સંકટના સમયે ધીરજને ધારણ કરતાં શીખે ત્યારે જ. સમ્યગ જ્ઞાનનું ફલ ધીરજ ધારણ કરીને સહી લેવું તે પણ છે, ડાહ્યા બનીને વિપત્તિના વખતે વારંવાર વલેપાત કરે, વિલાપ કરે અને yય કરે તે કર્તવ્ય તમને શેભાસ્પદ બનશે નહી, અને ગાંડા કહેવાશે. વિપત્તિ વલેપાતાદિ કરશો તે પણ વિપાક-ફળ દેખાડ્યા વિના તે ટળશે નહી.
એક બુદ્ધિ અને બલવાળી સ્ત્રી પિયરમાંથી સાસરે જતી હતી; સાથે તેને પતિ નહોતે. ફક્ત એક ગાડી અને ગાડાવાળ. માર્ગમાં લુંટારા અને તે લૂંટારાના સાથીદારો મલ્યા. ગાડીવાળાને તે એક ડાંગના ફટકે નીચે પાડ્યો. સ્ત્રીને તે લૂંટારાઓ કહેવા લાગ્યા કે તારા ઘરેણાં સર્વ કાઢી આપ.
For Private And Personal Use Only