________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
આવી નવીન નવીન વઆભૂષણે લાવીને આપશે. આ પ્રમાણે સમજાવી છતાં રીસાઇને પિયરમાં ગઈ હતી, ત્યાં પણ રીસાઈને આવેલ હોવાથી માતાપિતા તથા ભાઈઓએ, ભાવીને વિચાર કરીને બરાબર સત્કાર કર્યો નહીં. રીસાઈને આવેલ હોવાથી અને સકારાદિક નહીં મળવાથી પિયરમાં પણ શાંતિ મળી નહીં અને અપમાન થવા લાગ્યું, તેથી પાછી અધિક રીસાઈ સાસરે આવીને એક ખૂણે છાનીમાની બીલાડીની માફક લપાઈ રહી. તેની સાસુએ સારી રીતે સમજાવી ખાવા માટે ઉઠાડી. કસકાં લેતી ખાવા બેઠી. જેઠાણીઓ મનમાં હસી રહી છે. ખાવાનું પણ ભાવતું નથી. તેના સસરાએ હાર લાવીને આપે પણ લીધે નહીં. આ પ્રમાણે અજ્ઞાનતાથી પ્રાણીઓ કેવી વિડંબનાઓને ભેગવે છે! અહંકાર તેમાં કે ભાવ ભજવે છે? માટે પદાર્થોને પ્રાપ્ત કરીને અહંકારાદિ ગુણે જે જગતને પ્રિય છે તેને ધમજનેએ સમ્યગ્રાનને મેળવી ત્યાગ કરવા કશીશ કરવી જોઈએ, તેથી કાંઈ પણ નુકશાન થશે નહી અર્થાત્ તેમાં એકાંતે લાભ છે.
૨૮૪. જે માણસે સંકટના સમયે તેને હઠાવવા માટે પોતાની બુદ્ધિ અને કળા-કૌશલ્યને વાપરતા નથી તે માણસે બુદ્ધિમાન હેતે પણ બુદ્ધિહીન ગણાય છે. જે સંકટ સમયે સંતાપ કરે નહી અને જ્ઞાનપૂર્વક સહન કરી લે તે બુદ્ધિ તથા કલાકુશલતાને વાપરવાની શક્તિ જાગ્રત્ થાય, અને સંકટને હઠાવવા માટે ઉત્સાહ થાય. સંતાપ કે પરિતાપાદિકથી બુદ્ધિ હોય તો પણ તે બુદ્ધિ કાર્ય કરવા સમર્થ બની શકતી નથી; બુદ્ધિ વિના સંકટ અધિક
For Private And Personal Use Only