________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળતાં રાગ-દ્વેષના ઝેરની અસર કેમ થાય છે? વસ્તુઓ ઉપરની મમતા અને અહંકારાદિકને લઈને સદુપયોગ કરવાને સમર્થ બન્યા નહી. તેથી, જ્યાં ગમન કરે, જે જે વસ્તુઓને નજરે દેખે, સૂવે, અડકે કે નામ-શ્રવણ કરે ત્યાં રાગ-દ્વેષ અને મેહના વિકાસમાં સપડાય છે એટલે ભાન ભૂલી બેભાન બને છે; તેથી પ્રાપ્ત થયેલ વસ્તુઓ લાભદાયી નિવડતી નથી. ઉલ્ટી હાનિકર્તા થાય છે. જેમ જેમ સદુપયોગ થતું રહે છે. તેમ તેમ મમતા-અહંકા–અજ્ઞાનતા અ૫ થાય છે, તમોએ મળેલી વસ્તુઓને આત્માના ઉદ્ધારાર્થે સમાજની ઉન્નતિ માટે તેમજ જ્ઞાતિના ઉદ્ધારાથે કેટલો સદુપયેાગ કર્યો? તમોએ મેળવેલી વસ્તુઓને તમે પિતે સદુપયોગ નહી કરે તે બીજાએ સદુપયોગ કરશે કે દુરુપયેગ તે કહી શકાય નહી. કદાચ સદુપયેગ કરશે પણ તેમાં તમને શું ફાયદે? - ૨૮૩. સંસારના મૂલભૂત તો-અજ્ઞાનતા-મમતાઅહંકારાદિક છે. જ્યાં સુધી આ તને નાશ થયે નથી ત્યાં સુધી ઈર્ષ્યા-અદેખાઈ–કલેશ-કજીઓ થવાને અને વધતે રહેવાને કારણે અજ્ઞાનતાથી જ મમતા ઉત્પન્ન થાય છે નહીતર સંસારના પદાર્થોમાં મમતા રાખવા જેવી જ કયાં છે? જે ક્ષણભંગુર હોય તેમાં મમતા રાખવાથી શું મળે? ચિન્તાએ જ થયા કરે. તે સિવાય અન્ય લાભ મળે એમ નથી અને મમતાનું પષણ કરતાં અહંકારાદિ દુર્ગણે ઉત્પન્ન થાય છે, તેથી સાધને સુંદર હોય તે પણ તેઓ તરફથી ઈષ્ટ લાભ લઈ શકાતો નથી અને કુસંપકલહ ઉત્પન્ન થઈ આત્મિક વિકાસમાં ઘણું આવરણે આવે છે.
For Private And Personal Use Only