________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ ભાજન બને છે, છતાં તેમાં સુખ માની પડ્યા રહ્યા છે, કોઈ બહાર કાઢે તે પણ નીકળવા માટે તૈયારી કરતા નથી. આ કેવી મુગ્ધતા !
૨૭૭. મનરૂપી બગીચામાં ધર્મધ્યાનરૂપી સિંહ જયાં વાસ કરીને રહે છે અને ગર્જના કરી રહેલ હોય ત્યાં હલકા નીચ શિકારી જાનવરરૂપી અપધ્યાન રહી શક્તા નથી. દુર્યાનને દૂર કરવા માટે ધર્મધ્યાનની ખાસ જરૂર છે.
જ્યારે ધર્મધ્યાનરૂપી સિંહ સૂતેલું હોય છે, ત્યારે જ ભૂંડશીયાળ-ચિત્તારૂપ અપધ્યાનનું જોર ચાલે છે. જ્યારે પ્રકાશ હાય નહી ત્યારે અંધકાર તે હેાય જ ને ? તમો ધર્મધ્યાનને ચાહ છે કે અપધ્યાનને? હીરામણિને ચાહો છો કે પથ્થરને? હીરામણિ પસંદ હોય તે પથ્થરને ત્યાગ કરે જોઈએ, તે પ્રમાણે ધર્મધ્યાનને ચાહતા હે તે અપધ્યાનને દૂર કરવું તે આવ-શ્યક છે. બાકસ એકસ ખાવાથી પેટ નહી ભરાય, પેટ ભરવા માટે તે અનાજની જરૂર પડવાની જ; તે પ્રમાણે અપધ્યાનથી આત્મિક ગુણેને આવિર્ભાવ નહી થાય; તેને માટે તે ધર્મદયાનની જરૂર રહેવાની, ધર્મધ્યાનથી અને તેના સાધનથી જ આત્માના ગુણેને પ્રાદુર્ભાવ થશે; અપધ્યાન કરવાથી તે જે વિકાસ થયે હશે તે ઉપર આવરણ આવશે, માટે ધન વિગેરેને પ્રાપ્ત કરવા જે લગની લગાડે છે તેવી લગની-લાગણી ધર્મ સ્થાન માટે રાખવી. ધર્મધ્યાનથી ચિન્તા-સંતાપ-પરિતાપ -કલેશ વિગેરે થશે નહી, મેહ મમતાની મુંઝવણ જે વારે વારે થાય છે તે પાશુ થશે નહી. અને આત્મિક ગુણે જેવા કે ક્ષમા-નમ્રતા-સરલતા-સંતેષ વિગેરે આવીને હાજર થશે.
For Private And Personal Use Only