________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળમાં માલ હેય નહીં તે, મોલ પાકે નહી તે પ્રમાણે સ્થિરતા અને લીનતા સત્ય શક્તિઓ વિના ક્યાંથી ઉત્પન્ન થાય ? માટે પ્રથમ ભૂલને બરાબર મજબૂત બનાવે. વાતેમાં વખતને ગુમાવે નહીં. પ્રયત્ન કરશે તે બધુંય આવી મળશે,
ફક્ત તીવેચ્છાથી કાંઈ પણ પ્રાપ્ત થતું નથી, પણ સાથે સાથ પ્રયાસની આવશ્યકતા રહેલી છે. પ્રયત્ન સિવાય ફકત ઈરછા કરવાથી જ શક્તિઓ મળતી હોય તે જગમાં કેઈ હીન દીન દેખાય નહીં, પરંતુ જે દેખાય છે તેનું કારણ પ્રયત્ન નથી તે છે.
૨૬૭. વિપત્તિઓને હઠાવવાના ઉપાય પણ વ્યાધિએને હઠાવવાના ઉપાયેની માફક હોય છે. જે વ્યાધિઓને હઠાવવાના ઉપાયની માફક વિપત્તિઓ, વિડંબનાઓ વિગેરેને દૂર કરવાના ઉપાયે બરાબર લેવામાં આવે તે જરૂર તે વિપત્તિઓ વિગેરે રહે નહી.
વિપત્તિઓ-વિડંબનાઓ-ચિન્તાઓ વિગેરે ઉપસ્થિત થાય નહી તેને માટે પણ શાસકાર મહારાજે વિવિધ ઉપાશે. બતાવ્યા છે તેમાંથી એકને પણ અમલ કરે તે ઘણે લાભ થાય, અને દુખે ટળે,
વિડંબના આવ્યા પછી તેને દૂર કરવાના ઉપાયો કરવા તેનાં કરતાં વિડંબનાઓ વિગેરે આવે નહીં તેવા ઉપાયે કરવા તે શ્રેયસ્કર છે.
૨૬૮. મૃષાવાદ-અસત્ય બોલવું, તેને બંધ કરવાને ઉપાય, સત્ય બોલવું. તેથી વચનના ઝગડાઓ, કલેશ-કંકાસ નાશ પામે છે અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only