________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની શક્તિમાં શંકા કરાવનાર, એક જાતના શત્રુ સમજવા, કારણ કે આત્મિક શક્તિને વિકાસ તેથી અવરાય છે. અને આત્માના વિકાસ માટે કાંઈ પણ બની શકતું નથી. આત્મવિકાસ સિવાય સત્ય સુખશાંતિ આવી મળતી નથી.
મનુષ્યમાં ગમે તેટલી મહાન શક્તિ હય, બુદ્ધિ વિશાળ હોય અને સારી રીતે વ્યાવહારિક કેળવણી લીધી હોય છતાં આત્મશ્રદ્ધાના પ્રમાણમાં જ, મનુષ્ય સત્કાર્યો કરવા સમર્થ બને છે, એ નકી સમજવું, શંકા લાવવી નહી.
કોઈના કહેવાથી કે આપત્તિ આવી પડવાથી આત્મશ્રદ્ધાને ઢીલી થવા દેવી નહી અને સમજવું કે આ તે કરોટી કરવા આવેલ છે તેથી આત્મિક લાભ અધિક થવાને અધિક લાભ માટે અધિક સહન પણ કરવું પડે છે. - ૨૫૯ પાપોદયે સંપત્તિ ચાલી જાય, આરોગ્ય બગડી જાય, અપમાનાદિક થાય તેમજ લોકોની શ્રદ્ધા ઉઠી જાય તે પણ આત્મશ્રદ્ધા જેનામાં બરાબર છે તે ખસતી નથી અને સઘળું સહી લેવાની શક્તિને આવિભવ થાય છે, માટે આત્મિક ગુણેમાં શંકા લાવે નહી.
૨૬૦. તમે તમારી જાતને આત્માને હલકા ગણે નહી. હલકો માનવાથી મહત્વનાં કાર્યો કરી શકાતાં નથી. જે માણસે પોતાની-આત્માની કિંમત જેટલી કે તેથી વિશેષ કિંમત બીજાઓ આંકી શકે એમ નથી–સર્વજ્ઞ સિવાય.
જે આત્માને દીન-હીન માનશે તે મહાન બહાદુર બની
For Private And Personal Use Only