________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
વીકારે? સામાન્ય દુન્યવી વૈવની પાસે જઈ કષ્ટ સહન કરીને ફી પણ ભરે, પણ સાચા મહાવૈદ્ય પાસે જવાતું નથી !
જે દવામાં ભવભવના રોગોને મૂળમાંથી ટાળવાની શક્તિ નથી તેમજ શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને વધારવાની તાકાત નથી તેવી દવા લેવાથી શું લાભ થવાને માટે એવી દવા લે કે ભવભવના રેગો ટળે અને શક્તિ વધે.
તમો શારીરિક રોગને ટાળવા માટે દુન્યવી વૈદ્યની પાસે ગયા, પૈસા આપ્યા તેમજ તેના કથન મુજબ પરેજી પાળી પણ મૂળમાંથી રોગ ગયે નહી અને નિમિત્તો મળતાં રોગો પાછા હાજર થાય છે માટે એવી દવાથી સર્યું. વીતરાગની દવા લે તે જ મૂળમાં જે જે રગે રહેલા છે. તેઓને સર્વથાસર્વદા-સર્વત્ર નાશ થશે અને શક્તિ અપરંપાર આવીને હાજર થશે. બે દિવસ રોગને મટાડે અને પાછી તે રોગની વિડંબના હાજર થાય તે સાચી દવા કહેવાય નહી. સાચી દવા તો જે વીતરાગ તીર્થંકર મહારાજે કહેલી છે અને આપેલી છે તે જ ખરી દવા કહેવાય, માટે ભ્રમણામાં પડીને કયાં ભમ્યા કરે છે? સાચા ઉત્તમ વૈદ્યને ઓળખી તેમની કહેલી દવાને લ, રેગ રહેશે નહી અને અનંત શક્તિ આપોઆપ આવશે.
૨૫૬. પૂર્ણ ભાગ્યાગે, તીર્થકર મહારાજને મહાવૈદ્ય તરીકે ઓળખાય છે અને આદરપૂર્વક તેમણે કહેલી દવા લેવાય છે. પુય વિના તે આવા વૈધની દવા લેવાતી નથી. અને શ્રદ્ધા બેસતી નથી; માટે પવિત્ર વિચાર કરીને મહાવૈદ્યને ઓળખે.
નહી. સાચી
જ ખરી દવા કરકર મહારાજે કર
For Private And Personal Use Only