________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩ ર૫૩. વિપત્તિઓ કે વિડબનાઓના પ્રસંગે જેઓ હિંમતને હારતા નથી તેઓને અપૂર્વ અનુભવ થાય છે અને શારીરિક, માનસિક અને આત્મિક શક્તિમાં વધારો થતો રહે છે. પછી મરણાંત કષ્ટ આવે તે પણ પ્રસન્નચિત્તે સહી લે છે.
આત્મામાં વિવિધ પ્રકારની વિપત્તિઓને સહન કરવાની તાકાત છે અને અનંત રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે તેથી જ અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આવીને મળે છે.
જેઓ વિપત્તિઓથી તેમજ વિડંબનાઓથી ભય પામે છે, તેઓ પોતાની પાસે જે અલ્પ પ્રમાણમાં દ્ધિ વિગેરે છે, તે પણ ગુમાવી બેસે છે અને પછી મેળવતાં ઘણું ભવમાં ભટકવાની સાથે અધિક કષ્ટ ભેગવાય ત્યારે જ મેળવી શકે છે. - ૨૫૪. વૈદ્યની દવા, તેણે કહેલી પરેજીનું પાલન કરતાં ઘણે લાભ કરે છે, રેગ ખસે છે અને શરીરમાં શક્તિ વધે છે. તે પ્રમાણે મહાવેદ્ય તીર્થકર મહારાજે આપેલી દવાને શ્રદ્ધાપૂર્વક તેમણે કહેલી પરહેજીને પાળતાં ભવને રેગ પણ ટળે છે.
૨૫૫. ઉત્તમ મહાદ્ય તીર્થકર મહારાજની દવા એવી છે કે, શારીરિક, માનસિક અને આત્મિક રોગોને તથા ભવભવની વિડંબનાઓના દુઃખેને મૂલમાંથી નાશ કરે છે અને સાથે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આપોઆપ આવી મળે છે. આવી દવાને મૂકીને સામાન્ય વિઘની દવા કાણુ
૧૩
For Private And Personal Use Only