________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯ બનાવે છે. નિરાશ થયા પછી તે બહાદુર અને પરાક્રમી, ધારેલું કાર્ય સાધી શકતે નથી, માટે નિરાશ ન બનવું અને ઉત્સાહ લાવીને તેમજ ભૂલને સુધારી ધારેલા કામને વળગી રહેવું - ૨૪ર. કેઈ આવીને મારા કામમાં મદદ કરશેઆમ ધારીને કાર્ય ઉપાડવું નહી અને બીજાઓના ભરોસે રહેવું નહી. પિતાના પગભર ઊભા રહીને કામ કરવાની ટેવ પાડવી. સહાય મળે કે ન મળે તે પણ પોતાની હિમતે ધારેલું કાર્ય પાર ઉતરે. - ૨૪૩. જે કાર્ય કરવામાં જેને પૂર્ણ શ્રદ્ધા હોય છે, તે કાર્ય પછી કષ્ટદાયક હોય અગર લાંબે વખતે સાથે થવાનું હોય તે પણ શ્રદ્ધાળુ, ધારેલ કાર્યથી પાછા હકતા નથી. - ૨૪૪. આત્મશ્રદ્ધા એટલે પિતાને પિતે વિશ્વાસ કરો. આત્મા તે અમર છે, કર્મના લીધે જ શરીર ધારણ કર્યા છે અને જન્મ જરા, અને મરણની વિડંબનાઓ ભોગવી છે અને જોગવવી પડશે. આત્મામાં અનંત શકિત કને લીધે જ તિરે ભાવે રહેલી છે. જે જ્ઞાનાગ્નિવડે કર્મો નાશ પામે તે તે શક્તિ પ્રગટે.
જ્યારે આઠેય કર્મોને વિગ થાય છે ત્યારે જ આત્માની શક્તિને સંપૂર્ણતયા આવિર્ભાવ થાય છે ત્યારે સમગ્ર વિશ્વના સચરાચર ભાનું સંપૂર્ણ જ્ઞાન થાય છે, માટે આત્મામાં જ, હદ વિનાનું જ્ઞાન છે તેને આવિર્ભાવ કરવા મનુષ્યોએ પ્રયત્ન કરે આવશ્યક છે.
For Private And Personal Use Only