________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલદી મેળવવા માટે ઘણી ઉતાવળ કરે છે, પણ સમય પાકયા સિવાય ફલ કયાંથી મળે? માટે કરેલા કાર્યોનું ફૂલ લેવા માટે સમયની રાહ જોવી તે ઉચિત છે-ઉતાવળી આંબા પાકે નહી.
૧૨. ઉદારતા-સહયતા–હિમણુા-નિરભિમાનતાઅને નિસ્પૃહતા વિગેરે ઉત્તમ સદ્ગુણો, સુષ્ટિના વૈભનેસંપત્તિને ખેંચી લાવે છે માટે વૈભવ કરતાં સદ્ગુણોને મેળવવા પ્રયાસ કરો.
૨૧૩. જે વ્યકિત, તમારી પાસે બીજાઓની નિન્દા કરે છે, તે માણસ તમારી બીજા પાસે નિન્દા નહી કરે. તેની ખાત્રી શી ? માટે અન્યની નિન્દા સાંભળીને ખુશી થવું નહી. અને નિન્દા કરનાર ઉપર વિશ્વાસ ધારણ કરે પણ નહિ. કારણ કે નિંદા સાંભળવામાં અને નિન્દા કરવામાં કોઈ પ્રકારે હિત નથી.
૨૧૪. જે જ્ઞાની, મનમાં ઉત્પન્ન થએલ વિષયકષાયના વિકારોને તેઓની ક્ષણભંગુરતા જાણ તથા વિરૂપતા જાણ કબજામાં રાખે છે અને તેઓના વેગમાં તણાતું નથી તે જ સાચે જ્ઞાની છે અને જે તેઓના વિકારોના વેગમાં ખેંચાય છે તે જ્ઞાની કહેવાય નહી.
૨૧૫. દરિદ્રતા જે બીજે કઈ પરાભવ નથી. મરણ સમાન અન્ય ભય નથી. અને સુધા-તૃષ્ણ જેવી અન્ય વેદના નથી. દયા સમાન અન્ય ધર્મ નથી. સુપાત્ર દાન જેવું અન્ય દાન નથી. તેમજ સત્ય સમાન અન્ય સુખ નથી. શીયળ
For Private And Personal Use Only