________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭. ગાડીલાડી–બાગ-બગીચા વિગેરેમાં તેમજ કરનારે, સમજી લેવું કે, એકદા પુય ખતમ થયા પછી સઘળું ખસી જવાનું–અને ભીખારીની માફક ભટકવાનું થશે માટે તેને મદ મૂકીને પરોપકારાર્થે અને ધર્મધ્યાનાર્થે વખતને કાઢ.
૧૬૮. સંસારને સબંધ, કમાંધીન છે અને કર્મોને સંબંધ, રાગ-દ્વેષ–મોહ-મમતા-અહંકારાદિકના આધારે રહેલ છે, માટે સંસારની વિડંબનાઓથી દૂર ખસવું હોય તે રાગ-દ્વેષ-મેહ-મમતાને ત્યાગ કરીને સમતાને આદર કર- અજ્ઞાનતાને લઈને પ્રાણીઓને કઈ બાબતની સમજણ પડતી નથી અને સુખને માટે જે જે કર્મો કરે છે તેમાં અધિક અધિક બંધાતે જાય છે. તેથી સુખને બદલે દુઃખ આવીને ઉપસ્થિત થાય છે અને કોઈપણ લાભ થતું નથી.
વિડંબનાઓ આવીને ઉપસ્થિત થવી તેમજ માનસિકશારીરિક કષ્ટને ભેગવવું તે, કર્મરાજાનું દેવું ચૂકવ્યા બરાબર છે. આમ સમજી સમ્યગ જ્ઞાનીઓ તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થએ છતે, તેઓને સહન કરી સમત્વને ધારણ કરે છે.
અજ્ઞાનીઓ, કર્મરાજાનું દેવું ચૂકવતાં, પરિતાપ કરીને ગુર્યા કરે છે, તેથી તે દેવું ચૂકવાતું નથી પરંતુ અધિક થાય છે તે પછી તેઓને સુખશાંતિ રહે કેવી રીતે ? માટે જે જે અવસ્થા ઉપસ્થિત થાય, તેમાં સમત્વ ધારણ કરવું તે અગત્યનું છે.
૧૬૯. જે આપણે દેવું નહીં કરીએ તે ચૂકવવાનું રહેશે નહી, અને જે દેવું કર્યું તે ચૂકવ્યા વિના છૂટકે નથી જ, તે પછી તે દેવું ચૂકવતાં શા માટે પરિતાપ કરવો ?
For Private And Personal Use Only