________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨. જગતરૂપી મહેલ, રાગ-દ્વેષની દીવાલ ઉપર નભી રહે છે. તેમજ જગતરૂપી પિથીના પાના બે છે. એક તે અહંકાર અને બીજું પાનું મમતા છે. જે રાગ-દ્વેષ, અહંકાર અને મમતાને ત્યાગ થાય તે જીવ તે શિવરૂપે થાય.
૧૬૩. જ્ઞાની અને અજ્ઞાની માણસેના વ્યવહારમાં બાહ્યદષ્ટિથી જોતાં તફાવત પ્રાયઃ માલૂમ પડતું નથી, પરંતુ અન્તર્દષ્ટિએ જોતાં ઘણું અત્તર માલુમ પડશે. અજ્ઞાનીઓ, ખાનપાનાદિ વ્યાવહારિક કાર્યોમાં આસક્તિ રાખીને વર્તન રાખે છે ત્યારે સમ્યજ્ઞાનીઓ, ખાનપાનાદિક વ્યવહાર, નિર્લેપતાએ કરે છે, અર્થાત્ તેમાં રાચીમચી રહેતા નથી.
૧૬૪. આપણે જે પ્રમાદ–આળસરૂપ ભૂલને સુધારવા ધર્મધ્યાનપૂર્વક વિચાર કરીએ તે આપણને સત્કાર્યાદિક કરવાને અભિલાષ જાગશે, માટે યતીત થએલ જીવનને વિચાર કરવાની ખાસ જરૂર છે.
૧૬૫. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે પુણ્ય તથા પાપને ઉદય થાય છે તથા તેને ક્ષય પણ થાય છે. તેમજ વ્યાધિ અને આધિની પણ સરખી દશા રહેતી નથી માટે મુંઝવણ આવે સત્કાર્યોને મૂકવા ન જોઈએ.
૧૬૬ શરમ-લાગવગ વિગેરેને લીધે માણસે એક બીજાના અપરાધને જતા કરે છે, દબાવી રાખે છે, પણ કર્મને શરમ–લાગવગ વિગેરે હોતી નથી, જેવાં કર્મો કરવામાં આવશે તેવાં તેઓના વિપાકે ભેગવવા પડશે માટે ઉપગ રાખવે.
For Private And Personal Use Only