________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે છે અને અનુક્રમે સ્વતંત્ર બને છે, તેથી શુભ કામમાં બહુ આસક્તિ ન રાખતાં, નિર્લેપતાએ કર્મો કરવા ઉચિત છે.
૧૪૨. આત્મિક ધ્યાનના ચોગે અગર સંવરના એળે પૂર્વસંચિત કર્મો, દૂર ખસતા રહે છે અને આત્મિક જ્ઞાન, બલને વિકાસ થતું જાય છે માટે તદર્થે ખાસ વખત કાઢવાની આવશ્યકતા રહેલી છે. ઉપેક્ષા કરવા જેવી આ બીના નથી.
૧૪૩. સમ્યગ જ્ઞાનબલ નહી હોય તે, કરેલી તપસ્યા તેમજ ધાર્મિક ક્રિયાનું તાત્પર્ય મેળવી શકાશે નહી. ઉલ્ટી નિન્દા, અદેખાઈ, અસહિષ્ણુતા આવીને હાજર થવાની; માટે રીતસર જ્ઞાન મેળવીને તપસ્યા વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ.
૧૪૪. આત્મજ્ઞાનવડે ઘડાએલ આત્માજ, વિહં. બનાઓને સહન કરવા સમર્થ બને છે તે વખતે આત્માને બહુ લાગી આવતું નથી અને નવીન કમને બંધ થતું નથી તેથી સંવરપૂર્વક નિર્જરા થવા માંડે છે.
૧૪પ. સમ્યજ્ઞાન અને ક્રિયાયેગે આત્મા પોતે પિતાનું ઘડતર કરે છે. તેમાં અન્યનું કાંઈ ચાલતું નથી. શુભ નિમિત્તો તે દિશા બતાવીને જ કૃતાર્થ થાય છે. પછી ઘડતર કરવા માટે પિતાને પુરુષાર્થ ખપમાં આવે છે. માટે નિમિત્તોને પામીને આળસુ પ્રમાદી થવું ન જોઈએ. પ્રભુ અને ગુરુ પુરુષાર્થી ઉપર પ્રસન્ન થાય છે.
૧૪૬. તીર્થની તેમજ તીર્થકરોની તથા મહાજ્ઞાની ગુરુવયેની ભક્તિ તે ઘણા માણસો કરનારા મળી રહેશે પણ
For Private And Personal Use Only