________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
મળતું નથી. વિષયકવાયના વિચારો તેમજ વિકારો પણ આત્માના ગુણના ઘાતક બનતા નથી, કારણ કે નવપદના જાપથી મંદ પડેલા હોય છે; મન શુદ્ધિ થતાં માનસિક વૃત્તિ આત્માના અસંખ્યાતા પ્રદેશમાં વિલય પામે છે એટલે આમેન્નતિમાં આગળ વધાય છે.
માનસિક અને શારીરિક વિકારોએ, આપણું સત્ય ધનપુય લૂંટી લીધું છે. અને ઉન્માર્ગે–અંધકારનો પટ બાંધી ચઢાવી દીધા છે. હવે સન્માર્ગે કયારે વળાય તે કહી શકાય નહી. ભવિતવ્યતાના ગે જે સાચા સદ્દગુરુ મળે, તેઓને ખરા સ્વરૂપે ઓળખી તેમને આદર-વિનય કરીએ ત્યારે તેમના ઉપદેશને શ્રવણ કરવાની રુચિ જાગે છે અને રુચિ થતાં જે આત્મિક બલ ફોરવીએ ત્યારે જ ઉન્માર્ગને ત્યાગ કરીને સન્માર્ગે વળીએ અને તેમની આજ્ઞા-સેવા-ભક્તિ.. ચાગે સમ્યજ્ઞાન થાય. અંધકાર પટ ખસે ત્યારે સત્ય પ્રકાશ થતાં સત્ય સુખના અધિકારી બનાય છે.
૧૨૯વાદવિવાદમાં જે ઉતરવું હોય તે કદાપિ ઉશ્કેરાઈ જવું નહી. કારણ તેથી જે આનંદ મળવાને હેય અગર સમજણ પ્રાપ્ત કરવાની હોય તેથી બેનસીબ રહેવાય છે. અને કલેશ-કંકાસ–અદેખાઈ વિગેરેને આવવાનું સ્થાન મળે છે.
૧૩૦. કઈ પણ કાર્ય કરતાં પહેલાં તેના અનુભવીની સલાહ લેવામાં આવે છે તે કાર્યમાં સફલતા આવી મળે છે. અને સરલતાથી-સુગમતાથી એ કાર્ય પાર પડે છે, માટે અહંકારઅદેખાઈને ત્યાગ કરીને અનુભવીની સલાહ લેવી ઉચિત છે,
For Private And Personal Use Only