________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨ પણ દ્વેષ રાખે નહી અને ધમ ધ્યાને રહે. અને જેઓની પાસે ધનાદિ સાધને છે તેઓ દુઃખી સીદાતા માણસને મદદ કરે. દેવાદાનું શક્તિ પ્રમાણે વિકમ નૃપની મા દેવું ચૂકવે તથા દાન પુણ્ય કરી ધનાદિકનો હા લે. બીમાર માણસને દવા આપીને સાજા બનાવે, જ્ઞાનની પરબ મંડાવે, ધન વિગેરેને સહકાર આપીને ગરીબોને ધંધે ચઢાવે. આ પ્રમાણે વર્તન કરવાથી દીવાળી ઉજવાઈ કહેવાય. જ્ઞાતિના-શેરીના-પળના–પાડાવાડાના તેમજ સમાજના માણસો સુખી હશે તે દાન દેનારને પણ સુખ મળશે. યથાશક્તિ જે દાન-શીયલ-તપ-ભાવનાને ભાવતા નથી તેઓની ઉપર અનેક પ્રકારના ઉપદ્રવે આવીને ઘેરો ઘાલે છે અને વિડંબનાઓને પાર રહેતા નથી.
૧૨૮. નવપદના ધ્યાનથી વિપત્તિઓ ટળે. વિષયકષાયના વિચારોથી માનસિક ચંચલતા અધિક વેગમાં આવે છે અને તે વેગના યુગે માનસિક શક્તિની હાનિ થાય છે. માન સિક શક્તિ ઓછી થતાં ચિન્તાઓ થયા કરે છે તેથી જ
વ્યાધિઓ આવીને શરીરને ઘેરી લે છે. તે વ્યાધિઓને દૂર કરવામાં વૈદ્ય ડોકટરોની દવા એકલી કારગત થતી નથી. જે માનસિક ચિન્તા, ધર્મભાવનાના આધારે પ્રથમ દૂર કરવામાં આવે તે જ દવા લીધેલી સફલ થાય છે, માટે માનસિક ચિન્તાની દવા તેમજ શારીરિક વ્યાધિઓની દવારૂપ ધમ ભાવનાને ભાવવી જોઈએ. નવપદના ધ્યાનના આધારે તેમજ પરમેષ્ટિના જાપના આધારે, વ્યાધિઓ-વિપત્તિઓ અને વિડબનાઓ રહેતી નથી અને પાછી આવવા માટે તેઓને અવકાશ
For Private And Personal Use Only