________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસમાં બુદ્ધિ-બલ અને સત્તા તે હોય છે, પરંતુ તેઓને સાગ કરવામાં વિષયાસક્તિ, વાસના અને તૃષ્ણ આડી આવતી હોવાથી બુદ્ધિબલમાં આવરણ આવે છે, તેથી સન્માર્ગે ગમન ન કસ્તાં ઉન્માર્ગે દેડચા જાય છે. કેઈ, સન્માર્ગને દર્શાવનાર મળે તે પણ તેઓને સાંભળતા પણ નથી, તે તેના કથન પ્રમાણે વર્તન તે થાય ક્યાંથી? આવા માણસે પિતાના જીવનને વિષમય બનાવે છે. મળેલા મનુષ્ય જન્મને લાભ લઈ શક્તા નથી અને પોતે જ ઉત્પન્ન કરેલ વ્યાધિમાં સપડાઈને સડ્યા કરે છે, માટે બુદ્ધિમાન-બલવાનું તેમજ સત્તાવાળાઓએ દુર્ગાને ત્યાગ કરવા નિરન્તર દરરોજ કાળજી રાખવી જરૂરી છે.
સમ્યમ્ જ્ઞાન ચારિત્રને માગ સરલ અને સુગમ છે; પણ તે માર્ગને દુન્યવી-ક્ષણભંગુર વસ્તુઓ ખાતર કંકાસ-કલહલડાઈએ કરીને તેવા માણસે વિષમ અને દુઃખજનક બનાવે છે. પિતે જ દુઃખના ખાડાઓને ખેતી તેમાં પડે છે. પછી દુઃખી થાય તેમાં અન્યને શો દોષ કાઢ?
ઘણાય પ્રતધારીઓ, સમ્યજ્ઞાન ચારિત્રના સુગમ માર્ગે ગમન કરીને અનાદિકાલના દુઃખેને દૂર કરે છે અને કરશે. આ સિવાય સુખ માટે અન્ય માર્ગ છે જ નહી.
વિષય કષાયના વિકારોને તથા વિચારોને સત્ય માનવાથી સુંદર વિચારે અને વર્તન થતું નથી, અને સન્માર્ગ સૂઝ નથી; સન્માર્ગ બતાવનારને તેઓ દંભી કહી હાંસી કરે છે. આવા પણ માણસ, જગતમાં માલૂમ પડે છે. તૃણુના તેરમાં
For Private And Personal Use Only