________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
તે જીવનને વિષમ મનાવીએ છીએ, અને તેના યાગે જીવનના માર્ગ, કષ્ટ અને આફતરૂપ બને છે. સન્માન ત્યાગ કરી ઉન્માર્ગે, જ્યાં ખાડા ટેકરા રહેલા છે તે માગે ગમન કરનારને સુખશાંતિ ક્યાંથી મળે ? તૃષ્ણાને માગ આત રૂપે રહેલા ડાવાથી કષ્ટ સિવાય અન્ય ઉપલબ્ધ થતું નથી. વાસના અને તૃષ્ણાથી વ્યાપ્ત બનેલું જીવન, તે સાચું જીવન નથી. ખરુ' જીવન તેા, સમ્યગ્ જ્ઞાનપૂર્વક સદાચારાનુ પાલન કરવામાં જ સમાએલ છે. જ્ઞાનીઓને વ્યવહારનું પાલન કરવુ પડે છે, પરંતુ તૃષ્ણા અને વિકારાથી અલિપ્ત હાવાથી તેઓના જીવનમાં વિષમતા આવતી નથી. વિકારામાં તથા તૃષ્ણાના વેગે તણાએલને, સમ્યગ્ જ્ઞાનનેા અભાવ હાવાથી વ્યવહારમાં ડગલે ને પગલે વિષમતા-અથડામણા-કંકાસાદિક આવીને ઉપસ્થિત થાય છે એટલે તેમનુ જીવન, દુઃખમય–દુ:ખજનક અને દુ:ખની
પરપરા વધારનાર બને છે.
વિષય કષાયના વિકારો તેમજ તૃષ્ણાએ જ કષ્ટજનક છે, તેથી સુખરૂપ જીવનથી જીવાતું નથી. કેટલાક તેવા કારણેાના આધારે દુકાન-મીલ વિગેરેના વિમા ઉતરાવીને પછી પેાતાના હાથે તેમાં અગ્નિ સળગાવે છે. અને જો પકડાઈ જાય તેા તેની બેહાલ દશા પૂરેપૂરી થાય છે; કેટલાક તેા અજ્ઞાની હોવાથી અન્ય જના ઉપર કાળા કેર વર્તાવી પોતાનુ જીવન દુઃખમય અનાવતા જોવામાં આવે છે અને કેટલાક તેા આમરુના ભયથી પેાતે પાતાની મેળે દરિયામાં પડે છે અગર ગ્યાસતેલ છાંટી અમૂલ્ય કાયાને સળગાવી મૂકે છે. વિકારા શું નથી કરતા? ૧૨૧. શક્તિના દુરુપયોગ ન કરી, સદુપયોગ કરો.
For Private And Personal Use Only