________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
અનુભવ આવે છે તે અનુકલતામાં આવતો નથી. આપણે તે કોઈ પણ ઉપાયે આમેજતિ કરવી છે અને તેના વિચાર આવ્યા કરે છે તો પછી કષ્ટ વેઠયા સિવાય ઉન્નતિ કયાંથી સધાશે ?
બાળક પણ કષ્ટ સહન કર્યા સિવાય હેટ થતું નથી. ખેતરમાં વાવેલું અનાજ તાપ સિવાય પરિપકવ થતું નથી, તો આપણે સહન કર્યા વિના આગળ કયાંથી વધીશું ?
૧૧૪. સંસારમાં સર્વત્ર, સર્વથા અને સર્વદા અનુક્લ સાધનસામગ્રી મળતી નથી. કદાચિત્ મળેલી હોય છે, તેને સ્વાભાવિક કમ એ છે કે-પરિવર્તન થયા કરે અને પ્રતિકૂલ સાધને મળે, તે વખતે જે આપણે હતાશ બનીને પરિતાપ ર્યા કરીએ તે, આપણામાં કોઈ પ્રકારની શક્તિ નથી એમ જ મનાય અને સાધનસામગ્રીમાં જ શક્તિ રહેલી છે એમ મનાય, પરંતુ એમ છે જ નહી; કારણ કે પ્રતિકૂળતાના યોગે અનુકૂલ સાધનસામગ્રી ખસી ગઈ છે, પણ પછી તેવી સાધનસામગ્રીને પ્રાપ્ત કરવાની તાકાત આપણામાં જ છે એ નક્કી કરી લેવું જોઈએ. જે આ પ્રમાણે ન હોય તે, ઘણું ભાગ્યશાલીઓ, અનુકૂલતા ગયા પછી પોતાની શક્તિના પ્રભાવે પાછી મેળવી શક્યા છે તે મેળવી શકત જ નહી; પરંતુ તેઓએ પ્રતિકૂલતા સહન કરીને પાછી શક્તિ પ્રાપ્ત કરી છે, તેવા વખતે તેમણે પરિતાપાદિ કરેલ નથી પણ હિંમત ધારીને ઉદ્યમ કરેલ છે. આપણે પણ તે ભાગ્યશાલીએની માફક વર્તન રાખીએ તે અનુકૂલ સામગ્રી આપોઆપ
For Private And Personal Use Only