________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
લાચારી દેખાડતા હોવાથી એક પણ સત્કાર્યને કરવામાં સમર્થ બનતા નથી. અને જે શકિત મળેલી હોય છે તે ગુમાવી બેસી હતાશ બને છે. લાગણું હેય તે સત્કાર્ય કેમ ન બને?
૧૧૨. ઉપસર્ગ-પરિસહને સહન કરીને જેઓએ મહત્તાને મેળવી છે, પદવીને ધારણ કરી છે અને જેઓ ધનાઢ્ય બની પરોપકારનાં કાર્યો કરતા રહે છે તેઓને યશઃ ચિરકાલ સુધી ફેલાતું રહે છે અને તેઓના ગુણે જનતામાં ગવાય છે. ' સાનુકૂલ સાધન-સામગ્રીને આધારે જેઓએ મહત્તા મેળવી છે અને પરોપકારનાં કાર્યો કર્યા છે, તેઓ જે કે પ્રશંસનીય બને છે, પરંતુ કષ્ટને વેઠીને જેઓએ મહત્તા મેળવી છે, તેઓની માફક પ્રશંસાપાત્ર બનતા નથી. જેથી તેઓના ગુણે બરાબર ગવાતા નથી; માટે કષ્ટને સહન કરવામાં કાયર થવું ન જોઈએ અને ભય ધારણ કર પણ નહી. સાનુકૂલ સાધનના અભાવે, કષ્ટ સહન કર્યા વિના ઉન્નતિ થતી નથી તેમ જ આગળ વધાતું નથી, માટે મહત્તા મેળવવી હોય તો સહન કરે. કર્મોના ઉદયાનુસારે સાનુકૂળતા અને પ્રતિકૂળતાના સંગે પ્રાપ્ત થાય છે, પણ તે અંગેના કરતાં સહન કરનારમાં વધારે શકિત હોય છે અને ન હોય તે આવી મળે છે. દણાં રડવાથી કે પરિતાપ-ચિન્તાઓ કરવાથી પ્રતિકુલતા ખસતી નથી અને શકિત ઓછી થાય છે, તેને હઠાવાવાને માર્ગ સહનશીલ બનવું તેજ છે.
૧૧૩. સહન કરવામાં જે શક્તિ આવે છે અને
For Private And Personal Use Only