________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણ કરીને ખસેડી નાખે છે, એટલે તેઓને વ્યાવહારિક કાર્યોમાં કે ધાર્મિક કાર્યોમાં સફલતા મળે છે.
૧૧૧. માણુની માન્યતા પ્રાયઃ એવી હોય છે કે અમને પૈસા ટકાની આવક સારી હોય, તેમજ સવ પ્રકારની ઉપાધિ ન હોય અને અનુકૂલતા જે હોય તે પરોપકારના તેમજ ધાર્મિક કાર્યોમાં સઘળી જિંદગાની વ્યતીત કરીએ; સંસારની ઉપાધિમાં પડ્યા છીએ તેથી અમારાથી કોઈ પણ બનતું નથી. ઉપાધિમાંથી ઊંચા આવતા નથી. અરેરે શું કરીએ? પરોપકારના તેમજ ધાર્મિક કાર્યો કરવાનું અમારા નસીબમાં નથી ! એક વ્યાધિને મટાડતા ચાર ઊભી થાય છે અને ચારને મટાડતા દશ ઊભી થાય છે. એટલે મનુષ્યભવ પામીને કાંઇ પણ અમારાથી બનતું નથી. ધન્ય છે તે ભાગ્યશાલીઓને કે જેઓ તન, મન અને ધનથી ધાર્મિક કાર્યો તેમજ પરોપકારનાં કાર્યો કરે છે, એક ઘડીભર દેરાસર-ઉપાશ્રયે જઇએ તે પણ મને વૃત્તિ પરિભ્રમણ કર્યા કરતી હોય છે, ત્યાં પણ ઉપાધિને લઈને મન શાંત રહેતું નથી ! આ પ્રમાણે કઈ પૂછે ત્યારે લુલે બચાવ કરીને મનમાં સંતોષ માને છે પણ પિતાના પ્રમાદને દૂર કરવા પ્રયત્ન કરતા નથી, પટલાઈ-શેઠાઈ, જ્ઞાતિજને આગળ કૂટવી હેય તે, કલાકના કલાકે મળે, રાત્રીના બાર વગાડે, અને સકાર્યો કરવામાં ભૂલે બચાવ કરીને ધર્મને દેખાવ કરવામાં બાકી રાખતા નથી. આવા માણસે, પીત્તલને ચળકાટવાળું કરીને સોનામાં ખપાવવા માગે છે, પરંતુ તેમના દંભને પડદો ચીરાતાં વાર લાગતી નથી અને હાંસીપાત્ર બને છે.
તેઓ પોતાના પ્રમાદ–આળસને પૂવ કર્મના રૂપમાં ફેરવી
For Private And Personal Use Only